મા ઉમાની પાવન ધરા ઉંઝામાં ઉજવાશે હિન્દ સંસ્કૃતિનો આદ્ધિતીય, અલૌકિક, અકલ્પનીય ‘‘લક્ષચંડી મહાયજ્ઞ’’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-18 12:35:14
  • Views : 499
  • Modified Date : 2019-12-18 12:35:14

આજથી ૧૮૬૩ વર્ષ પહેલાં સવંત  ર૧ર માં કડવાક્ષેત્રી વ્રજપાલજીએ શિવ ભગવાનની આજ્ઞાથી શ્રી ઉમિયા માતાજીને  પ્રશન્ન કરી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની ઉમાપુર જે હાલનું ઉંઝામાં પ્રતિષ્ઠા કરી હતી. વેગડા ગાંમીએ વિ.સં.૧૧રર થી આરંભ કરી વિ.સં. ૧૧ર૪ ચૈત્ર મહિનામાં શિખર ચઢાવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરાવેલ. આ મંદિર અલ્લાઉદીન  ખીલજીએ વિ.સં. ૧૩પ૬ માં ધરાશયી કર્યુ. હાલના મંદિરના ફરતા બનેલા કિલ્લાનું
બાંધકામ વિ.સં. ૧૮૭૩ ના ચૈત્ર સુદી - ૪ ના દિવસે ખાતમૂહુર્ત કરી આરંભાયેલા કાર્ય  વિ.સં. ૧૮૭૯ માં પૂર્ણ થયુ. અમદાવાદ વતની શેઠશ્રી રામચંદ્ર મનસુખરામ પટેલે વિ.સં. ૧૯ર૧ માં ઈંટ ચુનાના દેવળનું ઉત્પાદન કરીને મોટુ શિખર બંદ દેવાલય બાંધવાની શરૂઆત કરી, જે કાર્ય અટકી પડ્યું. વિ.સં.૧૯૩૮ માં મહારાજા
સયાજીરાવ ગાયકવાડ ઉંઝા ઉમિયા માતાજીના બાંધકામ જાવા પધાર્યા તેમણે ઉદાર હાથે મદદ કરવાની ખાત્રી આપી. કડવા પાટીદાર રાજવી દરબારશ્રી સુરજમલસિંહજી દેસાઈએ સક્રિયતા દાખવી. રાવ બહાદુર બહેચરદાસ અંબાવીદાસ લશકરી શેઠની અધ્યક્ષતામાં સર્વે જ્ઞાતીજનો પાસેથી ઘરદીઠ ઉઘરાણું કરી વિ.સં. ૧૯૪૩ માં પૂર્ણાધ્ધાર કરાયેલ હાલના આ મંદિરને ખુલ્લુ મુકાયું. માતાજીના માનસરોવરનું વિ.સં.૧૯૪૩ ના ચૈત્ર મહિનામાં ખાતમૂહુર્ત કરી વિ.સં. ૧૯પ૧ મહાવદ - પ ના દિવસે પ્રતિષ્ઠા કરી ખુલ્લુ મુકાયું. ‘‘ધર્મથી કર્મ તરફ પ્રયાણ’’ પાટીદાર સમાજ એટલે આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્રાંતિ ફેલાવનાર ઔર્ગનીક ખેતીથી આધુનિક ખેતી, નાના મોટા- ધંધા, લઘુ ઉદ્યોગ, ભારે ઉદ્યોગ તરફ અરણ ફાળ ભરનાર. ‘‘માનું તેડું’’ આમંત્રણ  પત્રિકા દ્વારા કુલ ૧૦ લાખ આમંત્રણ આપવામાં આવ્યા. જગત જનની આદ્યશક્તિ એવી મા ઉમિયાના પાવન અને રૂડા અવસર એવા લક્ષચંડી મહાયજ્ઞની તૈયાર કરવાની જવાબદારી પ્લાનીંગ કમિટિ દ્વારા પૂર્ણ, યજ્ઞશાળા આશરે રપ વીઘા ૩પ૦ ફુટ  ૩પ૦ ફુટ જમીનમાં અને ૮૧ ફુટ ઊંચી બનાવવામાં આવી જેમાં માત્ર લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દર્શન વહીવટ કમિટીના આશરે ૧૬૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા દર્શન દર્શન કરવાની વ્યવસ્થા. દૈનિક આશરે પ,૬૦,૦૦૦ દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. ‘‘મા
અન્નપૂર્ણા ભોજનાલય’’ આશરે ૬૭ વીઘા જમીનમાં, ૩પ૦૦ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવેલ છે. જેમાં પ૦૦૦ માણસો એક સાથે જમી શકે તેવા મોટા ૬ ડોમ બનાવવામાં આવ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આશરે ર૦ વીઘા જમીનમાં એલ.ઈ.ડી.સ્ક્રીન  સાથેનું આશરે (૧ર૦ ફૂટ ટ ૭પ ફૂટ) નું સ્ટેજ એક સાથે ર૦,૦૦૦ માણસો બેસી શકે એટલી ખુરશીની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. ૩૦ ફુટ ઊંચાઈ ધરાવતા અદ્યતન ગબ્બરની રચના કરવામાં આવી. જેમાંથી ૩ડી ટેકનોલોજી દ્વારા મા ઉમિયાની મૂર્તિ પ્રગટ થતી બતાવવાની યોજના
બનાવવામાં આવી છે. બાળકોને આ પાવન અને રૂડા અવસરમાં આનંદ મળે તે માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે. જેના માટે આશરે ૧૮ વીઘા જમીન ફાળવવામાં આવી છે. જેમાં વિવિધ રાઈડ્‌સનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત સાયન્સ ટેકનોલોજી અને ધર્મસભા માટે અલગ - અલગ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ ઔધોગિક ક્ષેત્રનું પ્રદર્શન આશરે ર૦ વઘા જેટલી જમીનમાં, ફાટક સ્ટોલનું પ્રદર્શન રપ વીઘા જેટલી જગ્યામાં, એક હેલિપેડ માતાજીની મૂર્તિ પર  પુષ્પવર્ષા માટે અને બીજા બે હેલિપેડ વી.આઈ.પી. અને વી.વી.આઈ.પી. આમંત્રિત માટે ફાળવવામાં આવ્યો. દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તો દ્વારા લાવવામાં આવેલ આહુતિનું ઘી એક જ જગ્યા પર એકઠું કરી પંપીગ સીસ્ટમ દ્વારા યજ્ઞશાળા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી. ઉમિયાનગરની તમામ જગ્યા સી.સી.ટી.વી. કેમેરાથી કવર, નગરની અંદર કુલ ચાર સર્કલ બનાવવામાં આવશે. વી.આઈ.પી., વી.વી.આઈ.પી., મીડિયા, રૂમ, એડમીનીસ્ટ્રેટીવ રૂમ, કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે.સફાઈ સેનીટેશન કમિટિ દ્વારા ઉંઝાની આજુબાજુના વિસ્તારની
અલગ-અલગ ૯ નગરપાલિકા મદદે આવી. ગંદકી તથા મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે દવાનો છંટકાવ કરવાની પણ વ્યવસ્થા, સીક્યુરિટી માટે ૪૦૦૦ થી ૬૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓની મદદ, સલામતી બંદોબસ્ત કમિટિ પાસે આશરે ર૦૦૦ સ્વયંસેવકો, સ્વયંસેવક કમિટિ દ્વારા આશરે રર,૦૦૦ જેટલા સ્વયંસેવકો ઊભા કરવામાં આવ્યા, બહાર ગામથી આવતા તથા દેશ - વિદેશથી આવતા ભાવિક ભક્તો માટે સુંદર ઉતારો આપવાની કામગીરી ઉતારા કમિટિ દ્વારા પૂર્ણ. ‘શ્રી ઉમિયા
  માતાજી
સંસ્થાન -ઉંઝા’’ દ્વારા  આ અદભુત મહોત્સવમાં એક ભવ્યાતિભવ્ય એક્ઝીબીસન લક્ષચંડી એક્ષ્પો-ર૦૧૯ નું ભવ્ય અને સુંદર આયોજન ૭ લાખ ચો. ફૂટ વિસ્તારમાં, કૃષિ તથા હસ્તકલાનું પ્રદર્શન, ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ઝીબીશનનું આયોજન. રસોડામાં પીવાનું પાણી ર૬ વીઘા જમીનમાં કનેક્શન ધરોઈ દ્વારા પુરૂ પાડવામાં આવશે. સાથે સાથે ૧૪  પીવાના શુદ્ધ પાણીના સ્ટેન્ડ પોઈન્ટ અલગ-અલગ જગ્યાએ ર૪ કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત યજ્ઞની જગ્યા પર બીજા ૭ પાણીના સ્ટોલ, ૭પ૦ સ્વયંસેવકોની
ચા-પાણી કમિટિ દ્વારા મહોત્સવ દરમિયાન ચા-પાણીની વ્વસ્થા, ચાના સ્ટોલની બાજુમાં કાર્યરત રહેશે. સમગ્ર ઉંઝામાં ઉંઝા નગરપાલિકાના જેટલા મિનરલ પાણીના સ્ટેન્ડ છે તેમના સંપર્ક દ્વારા ઉંઝા શહેરમાં બીજા ર૦ જેટલા પાણીના સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે. જેમાં ઉમિયા માતાજીના મંદિરથી ઉમિયા નગરીના માર્ગ પર અંદાજીત ૪ પાણીના સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞ -ર૦૧૯ ના આ શુભ અને પાવન અવસરમાં અત્યાધુનિક પદ્ધતિ દ્વારા દર્શન કરાવવા હેલીકોપ્ટર દ્વારાના પુષ્પવર્ષા.


Download Our B K News Today App



Related News