રાજકોટમાં 324 કરોડના ખર્ચે બનેલા 3526 પ્રધાનમંત્રી આવાસ યોજના આવાસોનું 30 સપ્ટેમ્બરે લોકાર્પણ

  • Published By :
  • Published Date : 2022-09-28 14:56:14
  • Views : 247
  • Modified Date : 2022-09-28 14:56:14

6 જગ્યાએ આવાસ બનાવવામાં આવ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.334.33 કરોડના ખર્ચે વિવિધ 6 સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓમાં ઈસ્ટ ઝોનમાં રૂ.88.97 કરોડના ખર્ચે બનેલા EWS-I કેટેગરીના 1538 આવાસ, વેસ્ટ ઝોનમાં રૂ.13.24 કરોડના ખર્ચે બનેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે EWS-II કેટેગરીના 144 આવાસ, પાળ રોડ પર રૂ.99.36 કરોડના ખર્ચે બનેલા LIG કેટેગરીના 864 આવાસ તથા રૂ.36.42 કરોડના ખર્ચે બનેલા MIG કેટેગરીના 272 આવાસ, નાનામવા રોડ પર ભીમરાવ ચોક પાસે રૂ.33.87 કરોડના ખર્ચે બનેલા MIG કેટેગરીના 260 આવાસ અને શીતલ પાર્ક 150 ફૂટ રિંગ રોડ પાસે રૂ.62.47 કરોડના ખર્ચે બનેલા MIG પ્રકારના 448 આવાસોનો સમાવેશ થાય છે.

રૂડાના 728 આવાસોનું લોકાર્પણ થશે
આ ઉપરાંત આ કાર્યક્રમમાં BLC હેઠળના 816 લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થનાર છે. તેમજ રૂડા દ્વારા 90.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 728 આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવનાર છે.

Download Our B K News Today App



Related News