ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ ! અત્યાર સુધીમાં 27 લોકોના મોત,રાજ્ય સરકાર એક્શનમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 12:01:03
  • Views : 260
  • Modified Date : 2022-07-26 12:01:03

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ ! અત્યાર સુધીમાં 27 લોકોના મોત,રાજ્ય સરકાર એક્શનમાં

લઠ્ઠાકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે.13 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જ્યારે 10 લોકોની અટકાયત કરાઈ છે.હાલ કેમિકલ સપ્લાય કરનાર અને ડિસ્ટ્રીબ્યુટ કરનારની ઓળખ થઈ ગઈ છે.તો કેમિકલનો FSL રિપોર્ટ પણ આવી ગયો છે.મહત્વનું છે કે લઠ્ઠાકાંડની બોટાદ પોલીસ તપાસ કરી રહી છે. બરવાળા ધંધુકાના અસરગ્રસ્ત ગામડાઓમાંથી હજુ કેસ સામે આવી રહ્યા છે.સવારથી અત્યાર સુધીમાં નવા 36 કેસો સામે આવ્યા છે, તમામ લોકોને 108 મારફતે બરવાળા, ધંધુકા અને ભાવનગર લઇ જવામાં આવી રહ્યા છે. બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.વધુ 3 લોકોના  મોત થતા મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.

ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે લઠ્ઠાકાંડને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, 'ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં નકલી દારૂના કારણે લોકોના મોત થયા છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું.'

ગાંધીનગર ખાતે  ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલિસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક શરૂ થઈ છે.

અમદાવાદની AMOS કંપનીમાંથી મિથેલોન ગયુ હોવાનો ખુલાસો થયો છે.પીપળજ દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 117 નંબરના પ્લોટમાં AMOS કંપની આવી છે.જ્યાં આ મિથેનોલ કેમિકલ રાખવામાં આવ્યુ હતુ.જયેશ ખારડિયા નામના આરોપીએ જણાવ્યુ હતુ કે ત્રણ દિવસ પહેલા સંજય નામના બુટલેગરને 600 લિટર મિથેનોલ આપ્યુ હતુ.હાલ ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

ઝેરી દારૂકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે,ત્યારે ગૃહવિભાગે 10 વાગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે.આ બેઠક માં રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.આ બેઠક બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરવામાં આવશે.માહિતી મુજબ FSL એ ગૃહ વિભાગ માં રિપોર્ટ રજુ કર્યો છે. સુત્રોનુ માનીએ તો ઝેરી દ્રવ્ય માં 80 ટકા કેમિકલ હોવાનુ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે.

ઝેરી દારૂ કાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે,પોલીસે પીપળજથી જયેશ ખાવડિયા નામના આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ કબૂલ્યુ છે કે, દારૂ બનાવવામાં મિથેનોલ કેમીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

 

લઠ્ઠાકાંડના પગલે ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરીને લઠ્ઠાકાંડનો તાગ મેળવ્યો છે.સાથે જ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.તેમજ મુખ્યપ્રધાને સમગ્ર ઘટનામાં તપાસ કરી રિપોર્ટ ગૃહવિભાગને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે.અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને પણ સુચનો કરવામાં આવ્યા છે.

બોટાદ લઠ્ઠાકાંડ મામલે થોડીવારમાં બોટાદ SP પત્રકાર પરિષદ યોજશે.ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે આ મામલે થોડીવારમાં બોટાદ SP પત્રકાર પરિષદ યોજશે. બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 23 લોકોના મૃત્યુ થયા છે.જ્યારે 40 લોકો સારવાર હેઠળ છે, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 જેટલા દર્દીઓને ખસેડવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લાના વેજળકા ગામના 6 વ્યક્તિની તબિયત લથડતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બોટાદના લઠ્ઠાકાંડ માં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.ભાવનગરમાં હજુ 40 લોકો, અમદાવાદમાં 12 લોકો અને બરવાળામાં એક વ્યક્તિ સારવાર હેઠળ છે. કુલ 56 લોકોની હાલ સારવાર ચાલી રહી છે.જેમાં 5 વ્યક્તિની સ્થિતિ અતિ ગંભીર છે.બીજી તરફ પોલીસે સમગ્ર કેસમાં રાજુ પિંટુ નામના એક શખ્સની અટકાયત કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે, આ કેમિકલથી દારૂ બનાવાતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડ્યા છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માગ્યો છે.

 

 

 

 

Download Our B K News Today App



Related News