લઠ્ઠાકાંડ: આજે વધુ 7 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, ગઈકાલે 2 મુખ્ય આરોપીના 6 દિવસના રિમાન્ડ થયા હતા મંજૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 16:38:33
  • Views : 514
  • Modified Date : 2022-07-28 16:38:33

લઠ્ઠાકાંડ: આજે વધુ 7 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, ગઈકાલે 2 મુખ્ય આરોપીના 6 દિવસના રિમાન્ડ થયા હતા મંજૂર

 

બોટાદ કથિત લઠ્ઠાકાંડ કહો કે કેમિકલકાંડ  43 લોકોને ભરખી ગયો. 43લોકોના પરિવારની શું સ્થિતિ છે શું વેદના છે તે જાણી સૌ કોઈના રૂવાડા ઊભા થઈ જશે.  સૌથી વધુ 32 મોત બોટાદ જિલ્લામાં થયા છે , અમદાવાદના 11 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. સમગ્ર કેસમાં 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ત્યારે આજે વધુ 7 આરોપીઓને બરવાળાની કોર્ટમાં કરવામાં રજૂ કરવામાં આવશે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગવામાં આવશે.

 

આરોપીઓએ 43 લોકોના લીધા જીવ અનેકને બેઘર કર્યા
જયેશના ફુઆના છોકરા સંજયને 600 લિટર કેમિકલ અપાયું. 600 લિટરમાંથી સંજય ઉર્ફે પિન્ટુ નામ શખ્સને કેમિકલ અપાયું. જયેશ કેમિકલ કંપનીના ગોડાઉનનો ઇન્ચાર્જ હતો. 600 લિટરમાંથી 200 લિટર કેમિકલ પિન્ટુને આપવામાં આવ્યું હતું.  જેમાં પાણી મિલાવીને તેનું વેચાણ કરાતું. રીતે ગામમાં ટુકડે-ટુકડે મિથેનોલનું વેચાણ થયું હતું

 

રિપોર્ટમાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 હતું
મહત્વનું છે કે પોલીસે જપ્ત કરેલા દારૂનો FSL રિપોર્ટ આવતા મોટો ખુલાસો થયો હતો કે આરોપીઓએ દારૂના નામે લોકોને કેમિકલ પીવડાવી દીધું હતું. કારણ કે K અને Lના નમૂનામાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું હતું. જ્યારે ઇથાઇલ આલ્કોહોલમાં 0 પ્રમાણ આવ્યુ હતું જે બાદ કેમિકલ કાંડમાં કાવતરું થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

2 DySP, 1 CPI, 1 PI, 2 PSI સસ્પેન્ડ
બોટાદ લઠ્ઠાકાંડ મામલે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે લઠ્ઠાકાંડને લઇ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં અમદાવાદ ગ્રામ્યના DySP એન.વી.પટેલ, બોટાદના DySP એસ.કે.ત્રિવેદી, બરવાળાના PSI ભગીરથસિંહ વાળા, રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ રાણા, ધંધુકા CPI સુરેશ બી. ચૌધરી અને ધંધુકા PI કે. પી. જાડેજા સસ્પેન્ડ સામેલ છે. પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા સાથે બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 43 લોકોના મૃત્યુ થયાં છે. સાથે અનેક દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

Download Our B K News Today App



Related News