લઠ્ઠાકાંડ : ઝેરી દારૂકાંડની આગમાં 42 જીંદગી હોમાઈ, હોસ્પિટલમાં દર્દીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 14:07:10
  • Views : 245
  • Modified Date : 2022-07-27 14:07:10


લઠ્ઠાકાંડ : ઝેરી દારૂકાંડની આગમાં 42 જીંદગી હોમાઈ, હોસ્પિટલમાં દર્દીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે


બરવાળા ઝેરી દારૂ કાંડમાં કેટલાક અસરગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાંથી દાખલ 100 દર્દીઓમાંથી 13 દર્દી ડૉક્ટરની સલાહ ન માનીને મંજૂરી વિના ઘરે જતા રહ્યા છે.. જેને મેડિકલ ભાષામાં લેફ્ટ લિવ અગેઈન્સ્ટ મેડિકલ પ્રિકોશન કહેવામાં આવે છે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂકાંડના દર્દીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. નશાની લત છોડાવવા દર્દીઓનું અને તેના પરિવારનું પણ કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવશે.


સંસદનુ હાલ ચોમાસુ સત્ર શરૂ છે,ત્યારે આમ આદમી પાર્ટીના સાંસદોએ સંસદમાં ઝેરી દારૂકાંડ મામલે વિરોધ દર્શાવ્યો છે.મહત્વનું છે કે, આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 42 લોકોનો ભોગ લેવાયો છે.


બોટાદ લઠ્ઠાકાંડનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.MSU ની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI દ્વારા પ્લાસ્ટિકની પોટલીઓમાં પાણી ભરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો.


બોટાદ લઠ્ઠાકાંડ મામલે NSUI એ વિરોધ નોંધાવ્યો છે.કોટેચા ચોકમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો.જો કે મામલો ઉગ્ર બનતા માલવીયા પોલીસે NSUI કાર્યકરોની અટકાયત કરી છે. બરવાળા ઝેરી દારૂકાંડથી અસરગ્રસ્ત અનેક લોકો ભાવનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે અહીં વધુ બે દર્દીઓને સારવાર માટે લવાઇ રહ્યા છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધીને 41 પર પહોંચી ગઇ છે.


ઝેરી દારૂકાંડ મામલે વેરાવળમાં યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે.શહેરના ટાવર ચોક ખાતે કોંગી કાર્યકરોએ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીનું પૂતળુ દહન કરવાનો પ્રયત્ન કર્યો.સાથે જ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી ગૃહમંત્રીનું રાજીનામું માગ્યુ.


રાજ્યમાં ઝેરી દારૂકાંડનો મુદ્દો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે.40થી વધુ જિંદગી ઝેરી દારૂના કારણે હોમાય ગઈ.ત્યારે ચકચારી દારૂકાંડનો મુદ્દો કોંગ્રેસ રાજ્યસભામાં ઉઠાવવાની હતી.રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર્સમાં ચર્ચા કરવા સમય માગ્યો હતો.જોકે હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.રાજ્યસભાની કાર્યવાહી સ્થગતિ થતા શક્તિસિંહ ગોહિલે ભાજપ અને આમ આદમી પાર્ટી પર અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો.


બરવાળા ઝેરી દારૂ કાંડમાં  મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં ભાવનગરની સરટી હોસ્પિટલમાં કુલ 88 દર્દીઓને લવાયા હતા, જેમાંથી 18 વ્યક્તિના મોત થયા છે.ભાવનગર અને અમદાવાદ સહિત વિવિધ હોસ્પિટલમાં કુલ 144 લોકો સારવાર હેઠળ છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં 72 લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી 5ની હાલત ગંભીર છે. જો કે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે. ઝેરી દારૂ કાંડમાં અનેક જિંદગીનો ભોગ લેવામાં સંડોવાયેલા 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ તમામને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે. આ આરોપીઓ સામે બરવાળા ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાયેલી છે.


 


 


Download Our B K News Today App



Related News