રાજકોટ અગ્નિકાંડઃ ICU વોર્ડમાં 5 દર્દી ભડથું, સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી ને કહ્યું- આ અત્યંત આઘાતજનક ઘટના, અને આ કાંઈ પહેલી નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 13:31:44
  • Views : 342
  • Modified Date : 2020-11-27 13:35:09

    રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આ કાંઈ પહેલી નથી. સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. જસ્ટિસ શાહે નોંધ કરીઃ કોઈ પણ દુર્ઘટનાનું માત્ર કારણ આપીને સંતોષ માણી ન લો, આની કિંમત આપણે આવી દુર્ઘટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે.. તમે આવી ઘટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ... અમદાવાદની તે હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ.... આ તો ખૂબ ગંભીર બાબત છે.આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા.પીએમ રૂમેથી દર્દીના સગાઓને એક પછી એક ડેડ બોડી સોંપવામાં આવી હતી. આ સમયે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. આગની આ ઘટનાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. FSL અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે. રસિકલાલ અગ્રાવતની ફાઈલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. મૃતકોનું ફોરેન્સિક પીએમ રિપોર્ટ સાંજ સુધીમાં થશે. મૃતકોની ફાઈલ બળીને ખાખ થઈ ગઈ છે. ફાઈલ બળીને ખાખ થઈ જતા મૃતક રસિકલાલના પરિવારજનોનો સંપર્ક થતો નથી.ઉદય શિવાનંદ હોસ્પિટલે PGVCLની ટીમ પહોંચી તપાસ હાથ ધરી છે. શોર્ટ સર્કિટથી આગ લાગી કે અન્ય કારણોસર તે અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં છેલ્લા મહિનામાં 200થી વધારે હોસ્પિટલોમાં અપૂરતા ફાયર સેફ્ટીના સાધનોને લઈને તપાસ હાથ ધરાઈ છે. 200 પૈકી 58 હોસ્પિટલોને નોટિસ અપાઈ છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના 8 જેટલા બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો પુરા કરવા નોટિસ અપાઈ છે.

    નર્સિંગ સ્ટાફે આ ઘટના નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ સહિત બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, આગ લાગી ત્યારે અચાનક જ વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ત્યાર બાદ ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. થોડીવાર સુધી શું કરવું કે શું ન કરવું એની ખબર જ ના પડી. થોડીવારમાં જ અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટરો દોડી આવ્યા. અમુક બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોત થયા તે દર્દીના નામની યાદી1.કેશુભાઇ લાલજી અકબરી-રાજકોટ 2.સંજય અમૃતલાલ રાઠોડ-રાજકોટ 3.રામશી મોતી લોહ-જસદણ 4.નિતીન મણીલાલ બદાણી-મોરબી 5.રસિક શાંતિલાલ અગ્રાવત.-ગોંડલ આ મામલે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા જણાવે છે કે ‘હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગી લાગી હતી. હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય વોર્ડમાં હાજર 22 જેટલા દર્દીને ઉદય હોસ્પિટલની બીજી બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા છે.’12.15 વાગ્યે ICU વિભાગના મશીનમાં શોર્ટસર્કિટ થતાં ભીષણ આગ લાગી.

12.20 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો.
12.30 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા.
12.35 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.
12.45 વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
1.00 વાગ્યે 11 દર્દીને બચાવી લેવાયા, 3 દર્દીનાં મોત નીપજ્યા.
1.15 વાગ્યે ગંભીર રીતે દાઝેલા વધુ 2 દર્દીએ દમ તોડ્યો, મૃત્યુઆંક 5 થયો.
1.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.


Download Our B K News Today App



Related News