ફટાકડા બજારમાં છેલ્લી ઘડીની ભીડ, કેટલાક વેપારીઓએ ઓનલાઈન ઓર્ડર લઈ હોમ ડિલિવરી આપવાનું શરૂ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-12 14:56:15
  • Views : 631
  • Modified Date : 2020-11-12 14:56:15

              કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ફટાકડાના કેટલાક વેપારીઓએ ઓનલાઈન ઓર્ડર લઈને હોમ ડિલિવરી આપવાનું શરૂ કર્યું છે. રાયપુર, દિલ્હી દરવાજા સહિતના ફટાકડા બજારમાં પણ ખરીદી માટે લોકોની ભીડ જામી છે.ફટાકડા વિક્રેતા એસોસિએશનના પ્રમુખ આશિષ ખજાનચીએ કહ્યું કે, કોરોનાને કારણે મોટાભાગના લોકો રૂબરૂ ખરીદી ટાળી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં ગ્રાહક દુકાને ન આવતાં હોવાથી તેમના સુધી અમે પહોંચવાનું શરૂ કર્યું છે. અમે ઓનલાઇન ઓર્ડર લેવાનું શરૂ કર્યું અને ગ્રાહકો અમારી વેબસાઇટ પર ફટાકડાના ઓર્ડર આપવા લાગ્યા. આમ અમને ઓનલાઇન ઓર્ડર મળવા લાગ્યા છે. શહેર પોલીસ કમિશનરે પણ મોટા અવાજવાળા અને વધુ કચરો થાય તેવા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Download Our B K News Today App



Related News