પાલનપુર માં ગત રોજ ભારત વિકાસ પરિષદ પાલનપુર અને ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ એમ બન્ને શાખાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રતિયોગીતા નું આયોજન કર્યું હતુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-30 12:42:06
  • Views : 231
  • Modified Date : 2022-08-30 12:42:06

પાલનપુર માં ગત રોજ  ભારત વિકાસ પરિષદ  પાલનપુર અને ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ એમ બન્ને શાખાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રતિયોગીતા નું આયોજન કર્યું હતુ

પાલનપુર માં ગત રોજ  ભારત વિકાસ પરિષદ  પાલનપુર અને ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ એમ બન્ને શાખાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રતિયોગીતા નું આયોજન કર્યું હતુ.જેમાં પાલનપુરની 24 થી વધારે સ્કૂલ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ઉત્સાહ પુર્વક ભાગ લીધેલ..  કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે માનનીય એલ..ગઢવી સાહેબ.તથા કર્ણાવત સ્કૂલ ના ટ્રસ્ટી ઈશ્વરભાઈ પટેલે  હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ સમગ્ર કાર્યક્રમ મા નિર્ણાયક તરીકે  ડો.હર્ષદ વૈદ્ય  અને ડો.હેમેન્દ્રભાઈ જોષીએ સેવા આપેલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પાસ્ટ નેશનલ સેક્રેટરી દિનેશભાઇ વોરા ,પ્રાંત પ્રમુખ ડો. અમિતભાઇ અખાણી. પાલનપુર શાખા ના પ્રમુખ ડો.મિહિરભાઈપંડ્યા.  પ્રાંત ના સમુહગાન સ્પર્ધા ના સંયોજક દેવેન્દ્રભાઈ ધારાણી પાલનપુર શાખાના મંત્રી વિશ્વેશભાઈ જોષી, પશ્ચિમ શાખા ના મંત્રી મયુરભાઈ સોની,ઉપપ્રમુખ ભુપેન્દ્ર ભાઈ,સાગર ભાઈ તથા બંને શાખા ના સંયોજક હીમાંશુભાઈ વાળંદ, કશ્યપભાઈ ઠાકર હાજર રહ્યા હતા.સાથે ભારત વિકાસ પરિષદ શાખા ના સભ્યો,પ્રાંત હોદ્દેદારો, પ્રાંત મહિલા સંયોજિકા સોનલબેન મોઢ,તેમજ મહિલા સભ્યો તેમજ 24જેટલી વિવિધ સ્કૂલો રાજીબા સ્કૂલ ,વિધામંદીર,કર્ણાવત સ્કૂલ સહીત ની શાળા ના બાળકો તેમના શિક્ષકો અને વાલીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ .કાર્યક્રમ ના મધ્યે  પાલનપુર પશ્ચિમ શાખાની બહેનો દ્વારા નેશનલ માં વિજેતા થયેલ ગ્રુપ ડાન્સ રજૂ કરવામાં આવેલ જેને લોકોએ ખૂબ વધાવેલ...

કાર્યક્રમના અંતે  વિજેતા ટીમો ને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

Download Our B K News Today App



Related News