થરા રેફરલમાં દવા પીધેલ યુવકની લાશને લઈ તર્કવિતર્ક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-24 12:13:13
  • Views : 691
  • Modified Date : 2020-04-24 12:13:13

કાંકરેજના વહેપારી મથક થરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક યુવાનની દવા પીવાથી મોત થયેલ લાશ લવાઈ હતી. યુવકની લાશને લઈ લોકોમાં તર્કવિતર્ક થતા અફરા તફરી થવા પામી જેમાં ધારપુરમા એક કાંકરેજ તાલુકાના ગોઠડા ગામનો જયંતિભાઈ વેરશીભાઈ સોલંકી સારવાર લઈ રહ્યો હતો જે ત્યાંથી નાસી ગયો હતો. ડોકટરો દ્વારા તેને કોરોનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. સારવારમાંથી નાસી ગયો હતો. જ્યારે  દિયોદર તાલુકાના નવા ગામનો જયંતિભાઈ રમાજી
ઠાકોર કાંકરેજ તાલુકાના રાણકપુર તેના સાસરે આવ્યો હતો. જેના સાસરિયા ઈન્દ્રમણા ખાતે ભાગિયા તરીકે કામકાજ કરતા હોઈ ત્યા આવેલો જેને અગમ્ય કરણસર ઈન્દ્રમણા ગામે દવા પીધી હતી અને તેની લાશ થરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાઈ હતી. બંને નામ અને ચેહરો મળતો આવતો હોવાથી લોકોમાં તર્કવિતર્ક સર્જાયા હતા અને
ધારપુર હોસ્પિટલમાંથી સારવારમાંથી નાસી ગયેલ  યુવક હોવાની અફવાને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા તપાસ કરી બંને યુવકના પરિવારના સભ્યોને બોલાવી ઓળખ કરતા મરણ પામનાર યુવક દિયોદર તાલુકાના નવા ગામનો હોવાનું જાણવા મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News