મૃતકના ભાઈને શંકા જતા સિધ્ધપુર તાલુકાના સહેસા ગામે દફનાવેલ લાશને બહાર કઢાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 12:30:59
  • Views : 1204
  • Modified Date : 2019-07-29 12:30:59

સિધ્ધપુર તાલુકાના સહેસા ગામે તા. ૨૧/૭/૧૯ ના રોજ ગામથી દૂર નદીના સામા કાંઠે ખેતરમાંથી પુરબીયા (વાલ્મિકી) ધર્માભાઈ સવાભાઈની લાશ મળી હતી.  આ લાશને જોતા તેમનું ખૂન થયું હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેમના કુટંબના સભ્યો દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના કે કોઈ જ કાર્યવાહી કર્યા વિના લાશની દફનવિધિ કરી નાંખી હતી. પરંતુ  ઘટનાના સાત દિવસ બાદ  ધર્માભાઈના ભાઈને શંકા જતાં પરિવાર તેમજ સમાજના લોકો દ્વારા
કાકોશી તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. કાકોશી પોલીસ દ્વારા રવિવારે ધર્માભાઈની લાશને બહાર કાઢવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ
સિદ્ધપુર તાલુકાના સહેસા ગામે ગત રવિવારના રોજ બપોરના સમયે ગામમાંથી પસાર થતી ઉમરદસી નદીના કિનારે એક મૃત દેહ
દેખાતા લોકોના ટોળાઓ ઘટના સ્થળે ઉમટી પડયા હતા. ત્યાર બાદ ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા પડેલી લાશની તાપસ કરતા આ લાશ સહેસા ગામના જ રહેવાસી ધર્માભાઈ સવાભાઈ ભાંગી ઉંમર વર્ષ ૩૭ ની નીકળતા ઊંટ લારીમાં નાખી તેમને તેના ઘરે લઈ જવાઈ હતી. બાદમાં મૃતકના મોટાભાઈ અમદાવાદ નિર્ણયનગરમાં રહેતા કામાભાઇને જાણ કરાતા તાત્કાલિક સહેસા આવી પહોંચ્યા હતા. મૃતક ધર્માભાઈની લાશને જોતા તેના શરીર ઉપર માર મરાયાના નિશાન દેખાતા હતા. તેમ છતાંય મૃતકની લાશને સમાજના લોકો તેમજ ગામના આગેવાનોની હાજરીમાં પોલીસ ફરિયાદ કર્યા વગર ભંગી સમાજના સ્મશાનમાં દફનાવાઈ દેવાઈ હતી. પરંતુ ધર્માભાઈના ભાઈને શંકા થઈ હતી કે મારા ભાઈનું કોઈએ ખુન કરી દીધું છે. તેથી તોએએ ઘટનાના સાત દિવસ બૌદ  પરિવારના સભ્યો  તેમજ સમાજના લોકો દ્વારા કાકોશી તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસ કાફલો સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો.  પોલીસ પ્રશાસન, મામલતદાર તથા પ્રાંત  સિદ્ધપુર, પી.એસ.આઈ. જે.કે. ચૌધરી, ડી.વાય.એસ.પી. સોલંકીની સુચનાથી મામલતદાર, એસ.ઓ.જી.ની ટીમ અને એન.આરની હાજરીમાં ધર્માભાઈની લાશને બહાર કાઢવામાં આવી હતી.  લાશને અમદાવાદ ખાતે પીએમ માટે મોકલાઈ હતી. પેનલ ડોક્ટર અને વિડીયોગ્રાફી દ્વારા પી.એમ. કરાવવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. 

Download Our B K News Today App



Related News