લગ્ન કરવાની ના પાડતા યુવાને આત્મહત્યા કરી હતી કોટડા(દિ) ગામના મૃતક યુવાનની લાશને દફનવિધિ બાદ ૮૦ દિવસે બહાર કઢાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 11:45:05
  • Views : 506
  • Modified Date : 2020-12-23 11:45:05

દિયોદર તાલુકાના કોટડા (દિ) ગામે થોડા મહિના પહેલા લગ્ન કરવાની ના પાડતા એક યુવાને ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી. જે યુવાન યાત્રી વીઝા લઈ
પાકિસ્તાનથી ભારત આવ્યો હોવાનું પોલીસને ખાનગી બાતમીથી જાણવા મળતા
પોલીસે ૮૦ દિવસ બાદ દફનવિધિ કરાયેલ લાશને બહાર કાઢી પી.એમ.કરાવી ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દિયોદર તાલુકાના કોટડા(દી) ગામે રહેતો સંતરામભાઈ રામસીભાઈ કોળી મૂળ કુબા તા.ટડાલિયા જિલ્લો મીરપુર (પાકિસ્તાન)નો વતની છે. જે ૨૦૧૮માં યાત્રી વિઝા લઈ ભારત આવ્યો હતો. અને કોટડા દિયોદર ગામે રહી મજૂરી કરતો હતો.  યુવાને લગ્ન કરવા પાકિસ્તાન જવાનું
પરિવારજનોને જણાવતા
પરિવારજનો હાલ લગ્ન ન કરવા કહ્યું હતું.  આથી લગ્નની ના
પાડતા યુવાનને લાગી આવતા  ૨૭ સપ્ટે. ૨૦ ના રોજ કોટડા (દિ) ગામે ગળે
ટૂંપો ખાઈ આપઘાત કર્યો હતો. જેમાં પરિવારજનો દ્વારા
રાધનપુરના કમાલપુર ગામે મૃતકની લાશને લઈ જઈ દફનવિધિ કરી હતી. પરંતુ બનાવની જાણ મોડે મોડે દિયોદર પોલીસને થતા દિયોદર પોલીસે
પરિવારજનોને પોલીસ મથક ખાતે બોલાવી પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જેમાં દિયોદર પી.એસ.આઈ. એસ.જે.પરમાર તેમની ટિમ સાથે
રાધનપુર મામલતદારને સાથે રાખી ૮૦ દિવસ બાદ દફનવિધિ કરેલ લાશને બહાર કાઢી
હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડી હતી. પોલીસે એડીનો  ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News