બનાસકાંઠા જિલ્લાના થરાદમાં મળેલી લાશ મામલે અનેક તર્ક-વિતર્ક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-07 12:05:16
  • Views : 1671
  • Modified Date : 2020-05-07 12:05:16

બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી દૂધશીત કેન્દ્રથી નાગલ કેનાલ રોડ ઉપર બાહિસરા ગામ ના ૨૫ વર્ષીય યુવાનની લાશ મળી આવતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. પરંતુ પોલીસે હાલ આ યુવાનની લાશનો કબજો મેળવી તેની હત્યા થઈ છે કે અકસ્માત તેની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ભારતમાં કોરોનાવાયરસ ની લડાઈમાં દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનની
પરિસ્થિતિ વચ્ચે હાલમાં અનેક અકસ્માતો થઈ રહ્યા છે જેમાં અત્યાર સુધી અનેક લોકોએ
પોતાનો જીવ ગુમાવે છે ત્યારે થરાદ ખાતે મંગળવારની મોડી રાત્રે દસ વાગ્યાના સુમારે થરાદ પાસેથી પસાર થતી દૂધશીત કેન્દ્રથી નાગલ કેનાલ રોડ ઉપર બાહિસરા ગામના ૨૫ વર્ષીય યુવાનની લાશ મળી આવતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા વાવ તાલુકાના બાહીસરા ગામના ૨૫ વર્ષીય શૈલેષભાઈ શિવાભાઈની મૃતદેહ મળી આવતા લોકોમાં ભારે ચકચાર મચી ગયો હતો. આ યુવાનની લાશ મળતા જ લોકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આ યુવાનની લાશને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇ જવામાં આવી હતી જ્યાં તેમના પરિવારજનો પહોંચતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી જેથી તેમના પરિવાર દ્વારા થરાદ
પોલીસ મથકે પોતાના ભાઇની તિક્ષણ હથિયાર વડે હત્યા થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ થરાદ પોલીસ આ યુવાનની હત્યા થઈ છે કે અકસ્માતમાં મોત થયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News