પાલનપુર આરટીઓ સર્કલ પાસે અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 12:03:04
  • Views : 400
  • Modified Date : 2020-06-12 12:03:04

પાલનપુર શહેરમાં વધતા કેસોથી શહેરીજનો ચિંતિત છે. ત્યારે આરટીઓ સર્કલ પાસે એક ૩૫ વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ વાત શહેરમાં વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આરટીઓ નજીક ગરનાળા પાસે આશરે ૩૫ વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી. જેની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા યુવાનને પથ્થર વડે માર મારી હત્યા કરી આરટીઓ નજીક ગરનાળા પાસે ફેંકી દેવાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને સ્થાનિક સહિત આસપાસના લોકો ઉમટી પડ્‌યા હતા. ત્યારબાદ ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની પશ્ચિમ પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનું પંચનામુ કરવામાં આવ્યીં હતું. ત્યારબાદ મૃતદેહને સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો.
પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને મોતનું રહસ્ય જાણવા માટે પશ્ચિમ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News