વડગામમાં યુવાનની લાશ મળતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 11:32:09
  • Views : 465
  • Modified Date : 2021-01-09 11:32:09

વડગામ ખાતે આવેલા મામલતદાર ઓફીસની પાછળ આવેલ સમશેર તળાવમાં એક લાશ પડી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા વડગામ
પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ કરતાં આશરે ૩૫ થી ૪૦ વર્ષના એક યુવાનની ખાડામા પડેલી લાશ જાેવા મળતાં વડગામ મામલતદાર તથા વડગામ ઈન્ચાર્જ પી.એસ.આઈ એસ.ડી.ચૌધરીની હાજરીમાં
પંચનામું કરી લાશને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ વડગામ ખાતે બે ડોક્ટરની પેનલમાં પી.એમ કરવા માટે મોકલી આપી હતી. જેમાં મરનાર ઈસમ વડગામનો જ વતની હોવાથી અને બાઈક ગેરેજનો ધંધો કરતો હોવાથી તેની ઓળખ વીધી જલ્દીથી થઇ જવા પામી હતી. જેનું નામ અરવિંદભાઈ દેવાભાઈ ચૌહાણ ઉમર આશરે.૩૫ થી ૪૦ વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવાનનું મોત કયા કારણસર થયું તે પી.એમ.
રીપોટૅ આવ્યા પછી જ અને
પોલીસ તપાસ બાદ જ ખબર
પડે હાલમાં તો લોકો દ્વારા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News