ઝુંડાલ પાસેની નર્મદાની કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 11:45:08
  • Views : 335
  • Modified Date : 2020-12-07 11:45:08

ગાંધીનગરના ઝુંડાલ ગામની સીમમાંથી
પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ માંથી એક અજાણ્યા યુવકની હાડપિંજર થયેલી લાસ ગત રોજ સવારે ૧૧ ઃ ૩૦ કલાકે મળી આવી હતી. આ અજાણ્યા યુવકની ઉંમર અંદાજિત ૫૦ થી ૫૫ વર્ષની લગાવવામાં આવી રહી છે. આ
ઉપરાંત આ યુવકની હજી સુધી ઓળખ થઇ નથી.
આ લાશને બહાર કાઢ્યા બાદ ગળાના ભાગમાં એક સફેદ કલરના દોરામાં પ્લાસ્ટિકના સફેદ મણકાવાળી માળા પહેરેલી હતી આ પુરુષ નર્મદા કેનાલના પાણીમાં ડૂબીને મરી ગયો હોવાનું હાલ અંદાજાે લગાવવામાં આવી રહ્યો છે અમારી જનાર પુરુષની ઓળખ થાય તે માટે
પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ મૃત દેહ ૨૦ દિવસ જૂનો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. આ ઘટના નો ગુનો અડાલજ
પોલીસ સ્ટેશનને નોંધાયો છે. તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News