ધાનેરાના રમુણા ગામના યુવકની લાશ હજુ પણ પોસ્ટમોટમ રૂમમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 11:57:05
  • Views : 693
  • Modified Date : 2020-09-01 11:57:05

ધાનેરા તાલુકાના રમુણા ગામે એક ખેતરમાં સવારે યુવકની લાશ મળી આવતા લાશને પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાવી હતી. તે યુવકની હત્યા કરાઇ હોવાના આક્ષેપો હોવા છતાં પોલીસે આ બાબતે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હતો. જેના કારણે ૨૬ કલાક
પછી લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ અને ત્યારપછી પણ પરીવારજનોએ જ્યાં સુધી પોલીસ આરોપી ના પકડે ત્યાં સુધી લાશ નહી ઉપાડવાનો ર્નિણય કરતા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.
ધાનેરા તાલુકાના રમુણા ગામે એક યુવકની લાશ મળતા પોલીસ આ લાશને યુવકના
પરીવારજનોને જાણ કર્યા વગર બારોબાર લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યારપછી યુવકના પરીવારજનોને વાત કરતા તેના પરીવારજનો
હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને તે યુવકને જોતા તેઓએ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ કર્યા હતા. પરીવારને જાણ કર્યા વગર લાશને બારોબાર કેમ લાવી ?, ઘટના સ્થળે પોલીસે કેમ પંચનામુ ના કર્યુ તેવી અનેક બાબતોને લઇને પરીવારજનોને વધારે શક ગયો હતો. જેથી હત્યા બાબતે ફરિયાદ લેવાનું કહેતા પોલીસે જાણવા જોગ અકસ્માતે મોતની ફરિયાદ લીધી હતી. તે કામકાજમાં વાર થતા આ લાશનું પી.એમ. ૨૬ કલાક પછી
પેનલમાં કરવામાં આવેલ. પરંતુ તેના પરીવારજનો તેમજ ગામના અન્ય લોકોએ જયાં સુધી ૩૦૨ ની ફરિયાદ નહી લેવામાં આવે ત્યાં સુધી મરણજનાર દિનેશભાઇ આંબાભાઇ પટેલની લાશ નહી ઉપાડવામાં આવે તેવું પોલીસને કહેતા પોલીસમાં ભાગદોડ મચી જવા પામી છે. આ પરીવરના લોકોને સાંત્વના આપવા માટે નગરપાલિકાના ઉપપ્રમુખ શંકરભાઇ પટેલ, સદસ્ય ઇશ્વરભાઇ ચૌધરી, તેમજ કિસાન સંઘના અગ્રણી વી.કે.કાગ અને અન્ય લોકો
પણ આવ્યા હતા.

Download Our B K News Today App



Related News