ગાંધીનગરમાં સિવિલ સર્જનને સબ વાહીનીમાં ચાર મૃતદેહની લાપરવાહી મુદ્દે નોટીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 11:56:05
  • Views : 309
  • Modified Date : 2020-11-29 11:56:05

મોતનો મલાજો જાળવવાની માનવતા વિસારી એક વાનમાં ૪ મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જવાની ઘટનામાં નાયબ મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઇ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપતા આરોગ્ય કમિશનરે સિવિલના વહીવટ તંત્રને રૂબરૂ બોલાવી ખખડાવી નાંખવા
ઉપરાંત સિવિલ સર્જનને નોટિસ ફટકારી આ બાબતે ખુલાશો માગ્યો છે. એક શબ વાહીનીમાં ચાર મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જવાની ઘટનાએ શાંત અને સંસ્કારી પાટનગરને હચમચાવી દીધું છે. આ બાબતે રાજ્યભરના નાના-મોટા સમાચાર પત્રો તેમજ અગ્રણી ચેનલોમાં મોટા પ્રમાણમાં આ અમાનવીય ઘટનાની સામે ઓહાપોહ થતાં રાજ્ય સરકારમાં પણ ધડકંપ મચી જવા પામ્યો હતો. જેથી આ બાબતે નાયબ મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની ગંભીર પણે નોંધ લઇ આરોગ્ય કમિશનર તેમજ તંત્રના અગ્રણી એવા આરોગ્ય સચીવની લાપરવાહીથી સરકારને પણ જાણે નીચા જોવાપણુ થયું હોવાનું જણાવીને નારાજગી દર્શાવતા આરોગ્ય વિભાગે સિવિલના વહીવટી તંત્રને બોલાવીને ખખડાવી નાખ્યા ઉપરાંત સિવિલ સર્જન નોટિસ ફટકારીને આ બાબતે ખુલાસો કરવા જણાવેલ છે. અત્યાર સુધી સિવિલ તંત્રમાં બંધ બારણે જે સાચું ખોટું કુટવામાં આવી રહ્યું હતું તે તમામ નગ્ન સત્ય લોકો સમક્ષ બહાર આવી રહ્યું છે. સિવિલ સર્જને આ બાબતે દોષનો ટોપલો આઉટ સોર્સિંગ કર્મચારી એવા
પી.આર.ઓ. પર ઢોળી દઈને તેને છૂટો કરી દેવામાં આવ્યો છે. આમ સમગ્ર બનાવના દોષનું ઠીંકરૂ નાના કર્મચારી કે જેને હજુ એકાદ-બે મહિના પૂર્વજ
પી.આર.ઓ. તરીકે ભરતી કરાયેલ હતો. તેના માથા ઉપર ફોડી દેવાયું છે. આરોગ્ય તંત્રે
પણ નોટિસ આપી એ ઉધડો લેવા માત્રથી કામગીરી પતી જતી નથી. તેમજ નોડલ ઓફિસર તરીકે મુકાયેલ આઈ.એસ. અધિકારીએ પણ બેદરકારી બતાવીને આજદિન સુધી સિવિલની મુલાકાત સુધી લીધી નથી. આમ રાજ્યના
પાટનગરની સિવિલ હોસ્પિટલની આવે લાપરવાહી બહાર આવવા છે જે અતિ શરમજનક છે.

Download Our B K News Today App



Related News