ઇકબાલગઢથી ચૌહાણગઢ જતા રોડ પર ભૂવો પડતા વાહનચાલકોને હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-30 11:49:05
  • Views : 221
  • Modified Date : 2022-08-30 11:49:05

    અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી ચૌહાણગઢ જતા રોડ વચ્ચે મોટો ભૂવો પડ્યો છે. જેથી વાહનચાલકો સહિત સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂવો પડતા વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય જોવા મળી રહ્યો છે. ઇકબાલગઢથી ચૌહાણગઢ વચ્ચેના ત્રણથી ચાર ગામને જોડતો માર્ગ વરસાદના કારણે ધોવાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને ચૌહાણગઢ વચ્ચે આવેલા મુખ્ય માર્ગો પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અમીરગઢ તાલુકામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓમાં ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષતિગ્રસ્ત રસ્તાઓના કારણે અકસ્માત સર્જાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. ચૌહાણગઢના રસ્તા વચ્ચે જ ભૂવો પડતા લોકોએ તાત્કાલિક સમારકામ થાય તેવી માગ કરી છે.


Download Our B K News Today App



Related News