જમીન - મિલકતના ખરીદ વેચાણમાં થતી ગેરરીતીઓ પર હવે અંકુશ આવશે સરકાર દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેરની થરાદમાં જમીન દલાલોને સમજણ અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 11:58:49
  • Views : 311
  • Modified Date : 2022-07-05 11:58:49

જમીન - મિલકતના ખરીદ વેચાણમાં થતી ગેરરીતીઓ પર હવે અંકુશ આવશે સરકાર દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેરની થરાદમાં જમીન દલાલોને સમજણ અપાઇ

 

જમીન - મિલકતના ખરીદ વેચાણમાં થતી ગેરરીતીઓ પર હવે અંકુશ આવશે સરકાર દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેરની થરાદમાં જમીન દલાલોને સમજણ અપાઇ જમીન મિલકતના ખરીદ વેચાણના દસ્તાવેજોમાં થતી ગેરરીતીઓ પર અંકુશ આવી શકે અને તેની નોંધણીની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નવા સોફ્ટવેર ગરવી 0.2 લોન્ચ કરવામાં આવ્યું છે . થરાદ માર્કેટયાર્ડમાં સબ રજીસ્ટર કચેરી દ્વારા નગરના જાણીતા જમીન દલાલોની બેઠક બોલાવી તે અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી . સુત્રોએ જણાવ્યું હતું કે સબ રજીસ્ટ્રાર કચેરીને ટાઈપ કરવાનો થતો દસ્તાવેજ હવે વ્યક્તિ( ખુદ ) ને કરવાનો રહેશે . સબ રજીસ્ટર કચેરીમાં માત્ર નિયત તારીખના દિવસે ખરીદ વેચાણ કરનારના આધારકાર્ડ અને અંગૂઠા ( ફિંગરપ્રિન્ટ ) લઈ વેરીફીકેશનની પ્રક્રિયા કરવાની રહેશે . જેના કારણે જે સર્વે નંબરમાં જે પ્લોટનું ખરીદ વેચાણ થયું હશે તેની નોંધણી થશે.સ્ટેમ્પ વેન્ડર અગાઉ માત્ર દસ્તાવેજ લખી આપીને છુટા થઇ જતા હતા . તેઓને હવે સાક્ષી તરીકે સહભાગી કરવામાં આવશે . આમ , કોઈપણ દલાલ કે વ્યક્તિ દ્વારા એક મિલકતનો એકથી વધુ દસ્તાવેજના સ્વરૂપમાં થતી ગેરરીતી પર અંકુશમાં આવી શકશે . થરાદમાં મોટા પ્રમાણમાં એક જમીન દલાલ દ્વારા એક મિલકત પર એકથી વધારે વેચાણ દસ્તાવેજ કરાવી દીધા હોવાનું પણ ચર્ચાસ્પદ બનેલું છે . બનાવ અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી હતી . આથી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવું સોફ્ટવેર ખરીદનાર , વેચનાર તેમજ દસ્તાવેજ લખનાર અને જમીન દલાલો તમામને માટે ફાયદાકારક બની રહેશે . અને પાવરએર્ટની ધરાવનાર વ્યક્તિ પોતાના નામે સ્ટેમ્પ નહીં લઈ શકે જેનાથી છેતરપિંડીના અવકાશ પર પૂર્ણવિરામ મુકી શકશે . સબરજીસ્ટ્રાર આર સી . રબારીએ જણાવ્યું હતું કે બનાસબેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સેમિનારમાં સોફ્ટવેરનો શુભારંભ કરાયો હતો.માર્કેટયાર્ડ સેક્રેટરી ભેમજીભાઈ પટેલ , દિનેશભાઈ બારોટ , રતનશીભાઈ પટેલ , જગદીશસિંહ રાજપુત , કિશનસિંહ વાઘેલા , ઇશ્વરભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા .

Download Our B K News Today App



Related News