પાલનપુરના પટોસણ ગામે જમીન પચાવી પાડનાર ઝડપાયો : ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-06 15:04:38
  • Views : 395
  • Modified Date : 2021-12-06 15:04:38

પાલનપુરના પટોસણ ગામે જમીન પચાવી પાડનાર ઝડપાયો : ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો

 

બનાસકાંઠા ના પાલનપુર ના પટોસણ ગામે છેલ્લા ચાર વર્ષ થી ભાગિયાને વાવવા માટે આપેલી જમીન પણ ગેરકાયદેસર કબજો કરી લેતા ખેતર માલિકે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલોસે જમીન પચાવી પાડનાર આરોપી ભાગીયા ને ઝડપી જેલના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં ભુ માફિયા દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના પટોસણ ગામે રહેતા કામરાજભાઈ રણછોડભાઈ કોટડીયાએ ગામની સીમમાં આવેલ નવા સર્વે નં.1248 માં એક એકર જેટલી જમીન મણાજી પારખાનજી કોળી પાસેથી રૂ.30 હજાર રૂપિયા માં ખરીદી હતી.જે જમીન છેલ્લા ચાર વર્ષથી કામરાજભાઈએ મણાજી પારખાનજી કોળીના ભત્રીજા જોરમલજી કોળી ને ભાગ થી વાવવા માટે આપી હતી. પરંતુ જમીન વાવવા માટે આપ્યા બાદ ભાગીયો જોરમલજીએ જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો અને ખેતર માલિક ને ખેતરમાં આવવા દેતા હતા જે મામલે ખેતર માલિકે જમીન પચાવી પાડનાર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ ફરિયાદ કરી હતી. જે મામલે  કલેક્ટર ના આદેશ બાદ ગઢ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધી આરોપી જોરમલજી કોળી ની અટકાયત કરી  વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News