આગથળા પીએસઆઇ રૂ. ૪૦ હજારની લાંચના છટકામાં ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:06:43
  • Views : 336
  • Modified Date : 2020-07-09 11:06:43

 આગથળા પીએસઆઈએ ફરિયાદ દાખલ કરવા માટે એક ફરિયાદી પાસે રૂપિયા ૪૦ હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ડીસા આવીને સ્વીકારતા આગથળાના પીએસઆઈ
પાલનપુર એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. જેમને રાત્રે વધુ પૂછપરછ માટે વિશ્રામ ગૃહ ડીસા ખાતે લવાયા હતા.
એક ફરિયાદીએ આગથળા પોલીસ મથકમાં બે-ત્રણ મહિના પહેલાં ફરિયાદ આપી હતી. પરંતુ  ફરિયાદીની ફરિયાદ ના નોંધીને માત્ર જાણવાજોગ લીધી હતી. ત્યારબાદ આગથળા
પી.એસ.આઇ. બી. કે. ગૌસ્વામીએ ફરિયાદ દાખલ કરવા માટે રૂ. ૪૦ હજારની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ના હોઇ તેમને આ અંગે પાલનપુર એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને લઇને એસીબીના
પી.આઇ. કે.જે.પટેલ સ્ટાફ સાથે ડીસા આવી રાજમંદિર આગળ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ત્યારે
પીએસઆઇ બી. કે. ગૌસ્વામી ડીસા આવીને રૂ. ૪૦ હજારની લાંચ લેતા આ છટકામાં
ઝડપાઇ ગયા હતા. એસીબીએ લાંચની રકમ કબજે કરીને લાંચ રુશ્વત ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાત્રે
પીએસઆઇને વિશ્રામ ગૃહ ખાતે લઇ આવી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠામાં પીએસઆઇ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર પ્રસરી છે.

Download Our B K News Today App



Related News