પાલનપુરમાં એસીબીની સફળ ટ્રેપ એએસઆઈ અને કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-25 11:36:45
  • Views : 5663
  • Modified Date : 2020-02-25 11:36:45

બનાસકાંઠાના સમગ્ર
પંથકમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે  સરકારી અધિકારીઓને સરકાર પગાર આપતી હોવા છતાં પણ પોતાના ખિસ્સા ભરવા માટે દેશના નાગરિકો જોડે સારા કામ માટે લાંચ માંગતા સામે આવ્યા છે.  બનાસકાંઠા જિલ્લામાં
અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓ એસીબીના હાથે ઝડપાતા હોય છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલનપુરમાં પૂર્વ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અને પાલનપુર સીપુ કાર્યપાલક ઈજનેર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.
 પાલનપુરમાં સોમવારે  મહેસાણા એસીબીની ટીમે
પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઇ સોમવારે મારામારીના કેસના આરોપી પાસેથી વચેટિયા દ્વારા રૂપિયા ૩૦ હજારની લાંચ લેતાં ઝડપી લીધો હતો. જ્યારે બનાસકાંઠા એસીબીની ટીમે
પાલનપુર સિપુ યોજનાના
કાર્યપાલક ઈજનેર ૧૫૦૦૦ની લાંચ લેતાં ઝડપી લીધો હતો. આ કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે.
બનાસકાંઠા જિલ્લા મથક
પાલનપુરમાં સોમવારે ઉઘડતા દિવસે જ મહેસાણા અને બનાસકાંઠા એસીબીની ટીમે બે લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લીધા હતા. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે,
 પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાયેલા મારામારીના કેસમાં ફરિયાદીના કાકાના ત્રણ દિકરાઓ ઉપર ગૂનો દાખલ થયો હતો. તેમાં આરોપીઓને રજૂ કરી માર ન મારવા અને તાત્કાલિક જામીન અપાવવા  એ. એસ. આઇ રાજુ ચાવલાએ રૂપિયા ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેમાં અગાઉ રૂપિયા ૨૦,૦૦૦ લઈ લીધા હતા. અને બાકીના ૩૦,૦૦૦ સોમવારે લેવાનો વાયદો કર્યો હતો. આ અંગે ફરિયાદીએ મહેસાણા એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબી પીઆઇ બી. કે. ચૌધરીએ ટીમ સાથે છટકું ગોઠવ્યું હતુ. જ્યાં વચેટિયા પાલનપુર નાની બજાર ખાતે રહેતા યુસુફ ફીદા હુસેન સોલંકી ઉર્ફે રેલીને લાંચની રકમ રૂપિયા ૩૦,૦૦૦ સ્વિકારતી વખતે ઝડપી લેવાયો હતો.
જ્યારે બીજી ટ્રેપની વિગતો આપતાં બનાસકાંઠા એસીબી પીઆઇ કે. જે. પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદીએ સીંચાઈ પૂરવઠા પ્રોજેકટમાં કોન્ટ્રાકટર તરીકે કરેલ કામ પેટે રૂપિયા ૩,૬૦,૦૦૦ લેવાના નીકળતા હતા. જોકે, સીંચાઈ પૂરવઠા યોજના કાર્યપાલક ઈજનેર વી. ટી. ચૌહાણ (વસંતકુમાર તળશીભાઈ ચૌહાણ) (વર્ગ - ૨)  આ પેમેન્ટના બે ટકા લેખે માંગણી કરી છેલ્લે રૂપિયા ૧૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.જે લાંચ ની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઈ એસીબી નો સંપર્ક કરતાં સોમવારે છટકું ગોઠવતાં ફરીયાદી પાસેથી લાંચની માંગણી કરી રૂપિયા ૧૫૦૦૦ સ્વીકારી પકડાઈ ગયો હતો. આ અંગે મદદનીશ નિયામક, બોર્ડર એકમ, ભુજ સુપરવિઝન અઘિકારી  કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News