પાલનપુર પાલિકાનો સાઈડ સુપરવાઇઝર રૂ.૧૦૫૦૦/- ની લાંચ લેતા ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 12:04:43
  • Views : 290
  • Modified Date : 2020-08-25 12:04:43

પાલનપુર પાલિકામાં ફરજ બજાવતા સાઈડ
સુપરવાઇઝરએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચોથા હપ્તાની નાણાકીય સહાય અંગે કાર્યવાહી કરવા ફરિયાદી પાસે લાંચ માંગી હતી. જેમાં લાંચની રૂ. ૧૦,૫૦૦/-ની રકમ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ જતા પાલિકા વર્તુળમાં હલચલ મચી ગઇ છે.
બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક લાંચિયા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારને નાબુદ કરવા એ.સી.બી.ની ટીમે સોમવારે વધુ એક કર્મચારીને લાંચ લેતાં ઝડપી લીધો છે આ અંગેની વિગત એવી છે કે,
પાલનપુરમાં રહેતા એક ફરિયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની નાણાકીય સહાય મેળવવા માટે પાલનપુર નગરપાલિકામાં સને ૨૦૧૮ માં ફોર્મ ભરીને આપ્યું હતું. જેમાં
પાલનપુર પાલિકામાં ફરજ બજાવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સાઈડ સુપરવાઇઝર ર્નિમળ ગઢવીએ સ્થળનો સર્વે કર્યો હતો. અને ફરિયાદીના બેંક ખાતામાં ત્રણ હપ્તાના રૂ.૧,૩૦,૦૦૦/-જમા કરાવ્યા હતા. જ્યારે ચોથો હપ્તો રૂ. ૧ લાખનો જમા થયો ન હતો. જેથી ફરિયાદીએ આ અંગેની સાઈડ સુપરવાઇઝર ર્નિમળકુમાર ગઢવીને વાત કરી હતી. જેમાં ચોથો હપ્તો જમા કરાવવા અંગેની કાર્યવાહી કરવા માટે સાઈડ સુપરવાઇઝરે ફરિયાદી પાસે રૂપિયા ૧૦,૫૦૦/-ની લાંચની માગણી કરી હતી. જેથી ફરિયાદીએ આ અંગેની એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના
પગલે એસીબીના પોલીસ
ઇન્સ્પેક્ટર એન. એ. ચૌધરીએ સ્ટાફ સાથે પાલનપુર જીઆઇડીસીના જામપુરા રોડ ઉપર લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂ. ૧૦,૫૦૦/-ની લાંચ લેતા
પાલનપુર પાલિકાના સાઈડ
સુપરવાઇઝર ર્નિમળકુમાર જગદીશદાન ગઢવી રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ લાંચની રકમ એસીબીએ કબ્જે કરીને આરોપી વિરુદ્ધ લાંચરૂશ્વત ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News