અમીરગઢ ચેક પોસ્ટનો સેલ ટેક્ષ અધિકારી રૂપિયા ૫ હજારની લાંચ લેતાં ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 11:06:31
  • Views : 523
  • Modified Date : 2019-07-15 11:06:31

અમીરગઢ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતાં સેલ ટેક્ષ અધિકારીને બનાસકાંઠા એસીબીની ટીમે રૂપિયા પાંચ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા. ટાઇલ્સ ભરેલી ગાડી બારોબાર પસાર કરાવવા માટે તેમણે લાંચની માંગણી કરતા આ છટકું ગોઠવવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ સરકારી કામ કરાવવું હોય તો અધિકારીઓ નિર્લજ બની નાણાંની માંગણી કરી રહ્યા છે. જોકે, જાગૃત બનેલા લોકો આવા લાંચિયા અધિકારી, કર્મચારીઓને એસીબી ના હાથે ઝડપાવી રહ્યા છે. જેમાં અમીરગઢ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતાં સેલ ટેક્ષ અધિકારીને બનાસકાંઠા એસીબીની ટીમે રૂપિયા પાંચ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમીરગઢ ચેકપોસ્ટ ખાતે સેલટેક્ષ ઓફિસર અને જી.એસ.ટી. મોબાઈલ સ્કોડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતાં કરશનભાઇ નારસિંહભાઈ રાલોલીયાએ આ કેસના ફરિયાદીના મિત્રની ટાઇલ્સ ભરેલી ગાડી ચેકપોસ્ટ ઉપર કાયદેસર કાર્યવાહી કર્યા સિવાય બારોબાર પસાર કરાવવા માટે રૂપિયા ૫૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આથી તેમણે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરતાં એસીબી પી આઈ  કે. જે. પટેલે સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું. જ્યાં રવિવારે પાલનપુર આબુ હાઇવે ઉપર ઇકબાલગઢ ખાતે એક હોટલમાં રૂપિયા ૫૦૦૦ની લાંચ લેતાં સેલટેક્ષ ઓફિસર અને જી. એસ. ટી. મોબાઈલ સ્કોડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતાં કરશનભાઇ નારસિંહભાઈ રાલોલીયા (કે.એન. રાલોલીયા) ને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે એસીબી ભુજ બોર્ડર એકમના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ બનાસકાંઠા એસીબી પી.આઇ. કે.જે. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News