પાલનપુર આરટીઓ કચેરીમાં એસીબીનો સપાટો ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપવા રૂ. પાંચ હજારની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 12:09:56
  • Views : 914
  • Modified Date : 2020-08-27 12:09:56

 પાલનપુર આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર ફાલી ફૂલી રહ્યો છે.. તેનો તાદશ્ય દાખલો બુધવારે સામે આવ્યો હતો. અહીંની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા આવતા અરજદારો પાસેથી આરટીઓ કચેરીમાં કામ કરતાં માણસો દ્વારા રૂપિયા બે  થી
પાંચ હજારની લાંચ માંગવામાં આવી રહી હતી. જેને લઇને એક અરજદારનો એસીબીના અધિકારીઓએ ડીકોય તરીકેનો સહકાર મેળવી કચેરીમાં જ ડિકોય ગોઠવી હતી. દરમિયાન ડ્રાઇવિંગ લાઇસન્સ પેટે લાંચના રૂ. ૫,૦૦૦ સ્વીકારતા લાયસન્સ વિભાગનો કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર દલસુખભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૪)ને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. જે લાંચની રકમ કબજે લઇને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ પાલનપુર પાલિકામાં બેસતા સાઈડ સુપરવાઇઝર પણ રૂ. ૧૦૫૦૦/-ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આમ લાંચની બે ઘટનાઓ બે દિવસમાં સામે આવી હતી.

Download Our B K News Today App



Related News