પાલનપુર હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-21 11:55:41
  • Views : 696
  • Modified Date : 2020-11-21 11:55:41

નવા વર્ષે લાભપાંચમથી વિવિધ બજારો ધમધમી રહ્યા છે. જેને લઇને મુહૂર્તમાં
વેપારીઓએ પેઢી શરૂ કરી હતી. અને મુહૂર્તમાં નોંધાયેલા માલની હેરફેર પણ વધી હતી. ત્યારે અનેક પ્રકારોના માલનું વહન શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ દિવાળીને લઈને લોકો ધાર્મિક તેમજ પ્રવાસનસ્થળોએ પોતાના વાહનો લઇને ફરવા નીકળી ગયા છે. પરિણામે હાઇવે ઉપર વાહનોનો ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે પાલનપુર-અમદાવાદ હાઇવે
પર વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં ઓવરબ્રિજ તેમજ એરોમાંથી બિહારી બાગ સુધી નાના-મોટા વાહનોને લાંબી કતારોને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Download Our B K News Today App



Related News