જમાલપુરમાં પાડોશી યુવકે ‘લે મારો મોબાઈલ નંબર...’ તેમ કહી યુવતી સાથે અડપલાં કર્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 17:36:30
  • Views : 660
  • Modified Date : 2019-08-09 17:36:30

જમાલપુર વિસ્તારમાં આવેલા ફલેટમાં પ‌િરણીત યુવતી પુત્રીને લઈને સીડી ચઢી રહી હતી તે દરમિયાન પાડોશમાં રહેતા યુવકે એકલતાનો લાભ લઇને યુવતીને પાછળથી બાથમાં લઇ લીધી હતી અને લે મારો મોબાઈલ નંબર તેમ કહેતાં યુવતી ગભરાઈ જતાં તેણે છોડાવવા માટે બૂમો પાડતાં લોકો દોડી આવ્યા હતા. આ સમયે યુવક ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જમાલપુર વિસ્તારમાં રહેતી પ‌િરણીત યુવતી તેની પાંચ વર્ષની દીકરીને લઈ રાતના નવ વાગ્યાની આસપાસ ફ્લેટની સીડીનાં પગથિયાં ચઢી રહી હતી તે દરમિયાન પાડોશમાં રહેતા મુસ્તકીમ હારૂનભાઇ પેઇન્ટરે પાછળથી એકદમ યુવતીનો હાથ પકડીને તેના શરીર પર હાથ ફેરવીને કહેવા લાગ્યો કે લે મારો નંબર. યુવકે આમ કહેતાં પરિણીતા એકદમ ગભરાઈ ગઈ હતી.જોકે યુવકના આવા વર્તનથી હેબતાઈ જઇ યુવતી તેને ધક્કો મારીને બૂમાબૂમ કરવા લાગતાં આસપાસના લોકો આવી જતાં યુવક એક્ટિવા લઈને ત્યાંથી નાસી ગયો હતો. યુવતીએ તરત જ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાયકવાડ હવેલી પોલીસે પાડોશમાં રહેતા યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

Download Our B K News Today App



Related News