ઘાટી બાદ હવે જમ્મુના નેતા પર સરકારનું એક્શન, પૂર્વ મંત્રી લાલસિંહ કરાયા નજરકેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-08 12:17:49
  • Views : 661
  • Modified Date : 2019-08-08 12:17:49

કાશ્મીર ઘાટી બાદ હવે જમ્મુના નેતા પર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે.  જમ્મુ પોલીસે જમ્મુ કાશ્મીરના પૂર્વ પ્રધાન લાલસિંહ ચૌધરીને નજરકેદ કર્યા છે.. લાલસિંહ ડોગરા સ્વાભિમાન પાર્ટીના વડા છે. જેમને જમ્મુના ગાંધીનગરમાં તેમના સરકારી નિવાસ સ્થાને નજરકેદ કરાયા છે.  આ સાથે લાલસિંહ એવા નેતા છે જેમને જમ્મુમાં પહેલીવાર નજરકેદ કરાયા છે.

મહત્વપૂર્ણ છે કે, સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા કાશ્મીરમાંથી મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા સહિતના તમામ નેતાઓને નજર કેદ કર્યા છે.

આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુમાં જનજીવન સામન્ય

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવી છે. ત્યારે કમલ 144 વચ્ચે જનજીવન થાળે પડી કર્યુ છે. જમ્મુમાં વહેલી સવારે લોકો જીવનજરૂરી ચીઝ વસ્તુ ખરીદવા માટે નિકળ્યા હતા. શાકભાજીનું માર્કેટ પણ જમ્મુમાં ફરીવાર શરૂ થયુ છે. જ્યારે કેટલાક લોકો રોજદાર અને કામધંધા માટે પણ જઈ રહ્યા છે.

મોદી સરકારે આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરના તમામ જિલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.જેથી ખીણમાં ઈન્ટરનેટ, મોબાઈલ અને બ્રોડબેન્ડ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે.

  • જમ્મુ કાશ્મીરઃ જમ્મુમાં જનજીવન સામન્ય
  • જીવનજરૂરી ચીઝ વસ્તુ લેવા માટે લોકો નિકળ્યા
  • જમ્મુમાં કલમ ૧૪૪ લાગૂ

આર્ટિકલ 370 હટાવ્યા બાદ આજે વડાપ્રધાન મોદી કરશે સંબોધન

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે. સંભાવના છે કે તેઓ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના સમાપ્ત કરવાના અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તિત કરવાના નિર્ણય અંગે વાત કરશે.


Download Our B K News Today App



Related News