થરાદ પંથકમાં લાઈટ બિલ ન ભરનાર બાકીદારો સામે વિદ્યુતબોર્ડ કરી લાલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 12:08:59
  • Views : 343
  • Modified Date : 2021-03-19 12:08:59

થરાદ વિદ્યુત બોર્ડ દ્વારા  માર્ચ મહિનાનો હોવાથી  થરાદ તાલુકામાં લાઈટબીલ ઘણા સમયથી બાકી હોય એવા  
બાકીદારો પાસે લાઇટબીલ ભરાવવા માટે નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં બાકીદારો લાઈટ બિલ ના ભરતા હોવાથી ગુરૂવારે વિદ્યુતબોર્ડ દ્વારા જાહેર નોટીસ લગાવવામાં આવી હતી તેમજ રિક્ષા ફેરવી લાઇટબીલ ન ભરનાર સામે લાલ આંખ કરી હતી.
 આ બાબતે  નાયબ
કાર્યપાલક ઇજનેર  મેહરિયાએ જણાવ્યું હતું કે  ઉત્તર ગુજરાત વીજ કંપની થરાદ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા ગ્રાહકોને સૂચિત કરવામાં આવે છે કે આપના વિજ બીલના બાકી રહેતા નાણા માર્ચે મહિનાની વસુલાત ચાલુ  હોવાથી સત્વરે ભરપાઈ કરશો કરી  અને  નહીં ભરો તો ભરોસો આપનું વિજ જાેડાણ કાપી નાખવામાં આવશે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News