માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 16:11:21
  • Views : 80
  • Modified Date : 2024-03-02 16:11:21

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસે દિવસે ચોરી અને લૂંટની ઘટનામાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. માંડલના નાના ઉભડા ગામે મંદિર અને મકાનમાં લાખો રુપિયાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. માંડલના નાના ઉભડા ગામે મંદિર અને મકાન ચોરી થઇ છે. કૃષ્ણ મંદિરમાંથી આરતીનું મશીન સહિત 1.92 લાખના મુદ્દામાલની ચોરી કરી છે. મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1.70 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.માંડલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

Download Our B K News Today App



Related News