ડીસામાં પૂજાપાઠની દૂકાનમાં આગ ઃ લાખોનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 11:34:13
  • Views : 305
  • Modified Date : 2020-12-28 11:34:13

ડીસા શહેરમાં ગત રવિવારે  સવારે શોર્ટ સર્કિટના કારણે  સદર બજાર વિસ્તારમાં આવેલી પૂજાપાઠની દુકાનમાં આગની ઘટના સામે આવી હતી. જેમાં વેપારીને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટના સર્જાતાં ઘટના સ્થળે
પોલીસ અને ડીસા નગરપાલિકા ફાયર ફાઇટર ટીમ પહોંચી આગને કાબુમાં લેવાઇ હતી.
સદર બજાર વિસ્તારમાં  ૫૦૦થી પણ વધુ પૂજા પાઠ અને કરિયાણાની દુકાનો આવેલી છે. અહીં વર્ષોથી મોહન ઉજમ નામની પૂજાપાઠની પેઢી મહેશ દીનાભાઈ મોદી ચલાવે છે.  રવિવારે સવારે ડીસાના સદર બજાર વિસ્તારમાં પૂજાપાઠની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે ભયંકર આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે જાે તે જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વેપારીની દુકાનમાં તમામ પૂજાપાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સવારના સમયે હોવાથી આગની ઘટનાની જાણ થઈ નહોતી જેના કારણે જાેતજાેતામાં આગ વધી ગઈ હતી અને વેપારીને જાણ થાય ત્યાં સુધી દુકાનમાં
પડેલા તમામ માલ સામાન બળી ગયો હતો. આ આગની ઘટનામાં વેપારીને દસ લાખથી વધુ પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગની ઘટના ઘટતા વેપારીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. સદર બજારમાં આગની ઘટના સામે આવતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી
પડ્યા હતા.  દુકાનના વેપારી દ્વારા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી. નગરપાલિકાનું ફાયર ફાઇટર આવે  ત્યાં સુધી તો આગ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. પરંતુ જે બાદ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે
પહોંચી આગને કાબૂમાં મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ એક ફાયર ફાઈટરથી આગને કાબૂમાં ના આવતા અન્ય ફાયરની ટીમને
પણ બોલાવી પડી હતી અને ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News