રજોસણા ગામે કલર ફેકટરીમાં આગ ઃ લાખોનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-20 11:52:02
  • Views : 520
  • Modified Date : 2020-06-20 11:52:02

બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના છાપી હાઈવે ખાતે રજોસણા ગામ તરફ જવાના રસ્તા તરફ આવેલી કલરની ફેકટરીમાં અચાનક આગ લાગતા એક ઈસમ ગંભીર રીતે દાજતા તેને સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ફેકટરીમાં રહેલ માલસામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ બપોરના સમયે કોઇ અગમ્ય કારણોસર કલરની ફેકટરીમાં આગી લાગી જતા ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. છાપી પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે આવી કોઇ મોટી જાનહાની ના થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આગ કાબુમાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમડાના ગોટેગોટા દેખાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
પાલનપુર ફાયર ફાયટર તથા સિધ્ધપુર ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યા હતા. પરંતુ આ ફેકટરીમાં ભારે માત્રામાં કલર કેમિકલનો સામાન હોવાથી આ આગ બેકાબુ બની બાજુમાં રહેલી
ફેકટરીઓ પણ આગની લપેટોમાં આવી ગઇ હતી. એક બાઈક પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી.

Download Our B K News Today App



Related News