ડીસાના માયાનગરમાં બે મકાનોને ચોરોએ બનાવ્યા નિશાન લાખોની મત્તાની થઈ ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-09 12:18:18
  • Views : 630
  • Modified Date : 2019-10-09 12:18:18

ડીસા શહેરમાં ચોરી કરવીજાણે ચોરો માટે નજીવી બાબત બની ગઇ હોય તેમ એક પછી એક ચોરીના બનાવોને ચોરો અંજામ આપી રહ્યા છે ત્યારે ગત મોડીરાત્રે ડીસાના માયાનગર સોસાયટીમાં બે બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા.
ડીસા શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી ચોરોનો આંતક વધી જવા પામ્યો છે છેલ્લાં એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો ચોરો એક પછી એક દુકાનો અને બંધ મકાનને નિશાન બનાવી લાખો
રૂપિયાની ચોરી કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં ચોરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવને અંજામ
આપી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે માયા નગર વિસ્તારમાં ચોરોએ બે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. જેમાં માયાનગર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ જાદવ પોતાના કુળદેવીનું નિવેદ કરવા માટે પોતાના વતન ગયેલા હતા. તે દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવી અજાણ્યા શખ્સો તેમના મકાનમાં પ્રવેશ કરી તેમના મકાનમાં પડેલ એક કિલો ચાંદી, ચાર તોલા સોનુ અને ઘરમાં પડેલ કેશ ૩૫૦૦૦ એમ કુલ મળી બે લાખ ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. સવારે જ્યારે પ્રેમજીભાઈ પોતાના ઘરે આવ્યા ત્યારે તેઓને ઘરે ચોરી થઇ હોવાની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક પ્રેમજીભાઈએ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરી હતી. જે બાદ બાજુમાં આવેલ ચૌહાણ કપિલભાઈ પ્રેમજીભાઈના ઘરે પણ ચોરીનો પ્રયાસ થયો હતો. પરંતુ મકાનમાલિક હજી સુધી ઘરે આવ્યા ન હોવાથી હાલ પોલીસે પ્રેમજીભાઈ જાદવની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News