બનાસકાંઠા જિલ્લામાં ઇઝરાયેલ ખેતી પદ્ધતિથી ખેડૂતો કરી રહ્યાં છે લાખોની કમાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-06 11:04:15
  • Views : 5456
  • Modified Date : 2020-12-06 11:04:15

બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વિવિધ ટેકનોલોજીના કારણે ખેતીમાં સારી કમાણી કરી રહ્યા છે ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઇઝરાયેલ ખેત પદ્ધતિથી ખેતીમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં આમ તો ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જાેડાયેલા છે ખાસ કરીને મોટા ભાગના ખેડૂતો સૌથી વધુ ખેતીના વ્યવસાય સાથે વર્ષોથી જાેડાયેલા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત અને કુદરતી આફતોના કારણે ખેડૂતોને વારંવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સૌથી વધુ ખેડૂતો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેના કારણે વારંવાર ખેડૂતોને પાણી વગર પાકમાં નુકસાન વેઠવાનો વારો આવે છે તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અને કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે જેમ કે તીડનું આક્રમણ, ઈયળોનો ઉપદ્રવ અને કમોસમી વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે મોટાભાગના ખેડૂતો ખેતી છોડી પશુપાલન તરફ વળ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી નાની મોટી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ દિવસે ને દિવસે જેમ ભારત દેશ પ્રગતિ કરતો ગયો છે તેમ-તેમ હાલમાં ખેતીમાં
પણ ખેડૂતો દિવસેને દિવસે આવું નવી ટેકનોલોજીથી ખેતીમાં સારી એવી કમાણી કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો
પણ મોટા ભાગે ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે અને વારંવાર થતાં નુકસાનના કારણે ખેડૂતોએ ખેતી કરવાનું છોડી મૂકયો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઇઝરાયેલ દેશ ની ખેતી પદ્ધતિ તરફ વળ્યા છે અને આ દેશની ખેતીથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સારી એવી કમાણી પણ કરી રહ્યા છે ડીસામાં મોટાભાગના ખેડૂતો ઇઝરાયેલ દેશમાં વપરાતી
ટપક પદ્ધતિ અને ડ્રિપ એરીગેશન એટલે કે ફુવારા
પદ્ધતિ નો ઉપયોગ કરી હાલમાં પોતાના પાકમાં સારી એવી કમાણી અને સમયનો બચાવ કરી રહ્યા છે. ડીસા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો
પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ઇઝરાયેલ દેશની ખેતી કરવા માટે અપીલ કરી રહ્યા છે.આ દેશની ખેતી કરવાની
પદ્ધતિ સમગ્ર વિશ્વમાં પ્રથમ આવે છે. ઇઝરાયેલ દેશ નાનો હોવા છતાં પણ આજે ખેતીમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે. ઇઝરાયેલ દેશની ખેતી કરવાની પદ્ધતિના કારણે ખેતીમાં પાણીનો બચાવ થાય છે, સમયનો બચાવ થાય છે અને ઓછા સમયમાં ખેડૂતોને ખેતીમાં સારી એવી કમાણી
પણ થાય છે.જેથી હાલ તમામ ખેડૂતો ઇઝરાયેલ દેશની ખેતી તરફ વળે તેવી કૃષિ વિજ્ઞાનના વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.
 બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વિવિધ ટેકનોલોજીના કારણે ખેતીમાં સારી કમાણી કરી રહ્યા છે ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઇઝરાયેલ ખેત પદ્ધતિથી ખેતીમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News