દિયોદર તાલુકામાં એલ.ઈ.ડી. પ્રકાશના નામે લાખોના ધુમાડાના ગોટેગોટા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 05:13:48
  • Views : 499
  • Modified Date : 2019-04-09 05:13:48

 દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી દેશના ખુણે ખુણે વિકાસ કરવા કટીબધ્ધ છે. આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો સરકાર ફાળવી રહી છે. ત્યારે પ્રજાના વિકાસના કામો
કરવાના બદલે સરકારે આ ગ્રાન્ટ અધિકારીઓના વિકાસ માટે ફાળવી હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે. વરસે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તાલુકા કક્ષાએ ફાળવાય છે. જેમાંની પ૦ ટકા રકમ તો અધિકારીઓની ટકાવારીમાંજ અટવાતી
હોવાની ચર્ચાસ્પદ બનવા પામેલ છે. પછી પ્રજાનો વિકાસ શું થાય ? સરકાર વિકાસના કોરા કાગળ ઉપર દોડાવે...અધિકારી
ગજવાં ભરે કે પ્રજાનું કરે તે કાંઈ સમજાતું નથી. વર્ષે દહાડે કરોડોનો વિકાસ છતાં ગ્રામિણ વિસ્તારની હાલત જૈ સે થે..?
દિયોદર વિસ્તારમાં પ્રજાની સુખાકારીમાં વધારો થાય ગ્રામીણ વિસ્તારમાં અજવાળાં પથરાય અને સરકારની વિકાસની ઉજાસ આમ પ્રજામાં દેખાય તે માટે સરકાર દ્વારા  એલ.ઈ.ડી. લાઈટની ગ્રામીણ વિસ્તારમાં મુકવાની યોજના બનાવાઈ છે. આ યોજનાને અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના સહયોગથી ખાયકીનું મોટું સેન્ટર બનાવી દીધું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. દિયોદર તાલુકાને સને ર૦૧૬-૧૭ના વર્ષ માટે ફાળવાયેલ રૂ.ર કરોડની વિકાસશીલ ગ્રાન્ટ પૈકી અંદાજે રૂ.૪૦ લાખ જેવી રકમ ગ્રામીણ વિસ્તારોમાં અજવાળાં પાથરવા માટે ફાળવાયેલ હોવાનું જાણવા મળેલ છે. જેના કામો કાગળ ઉપર દોડી રહ્યાં છે. અને આ પંથકના ગ્રામિણ વિસ્તારોમાં એલ.ઈ.ડી. લાઈટના
ધુમાડાના ગોટે... ગોટા.... ગોથે ચડ્યા છે.  કોના અજવાળા...કોની મહેરબાનીથી થયા..? પ્રશ્નાર્થ છે ?  સને ર૦૧૬-૧૭ની
ગ્રાન્ટનું કામ અત્યારે કેમ ? પ્રશ્નાર્થ છે. તેમાંય જાગાનુ જાગ ગ્રાન્ટ ફાળવાયેલ તે સમયે જે અધિકારીઓ હતા તે અત્યારે કામ શરૂ થવાના સમયે પણ આજ અધિકારી..કોની મહેરબાની કે પછી મલાઈ હપ્તાની અસર...?
દિયોદર તાલુકામાં જે સમયે ગ્રાન્ટ ફાળવાયેલ તે સમયે ભાજપ શાસિત તાલુકા પંચાયત હતી છતાં કામ ન થયું..અટવાઈ રહ્યું. અને ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ને કામ શરૂ થયું.
સરકારનો પરિપત્ર છે કે રૂ.પાંચ લાખ સુધીનું ગ્રામિણ વિસ્તારનું વિકાસનું કામ હોય તો જે તે ગ્રામ પંચાયતને સોંપાય છતાં ગ્રામિણ વિસ્તારમાં ફાળવાયેલ રૂ. ૧ થી ૩ લાખ રૂ. સુધીના કામો કેમ પ્રાઈવેટ એજન્સીને અધિકારીઓએ આપી દીધા ? અને ગ્રામ પંચાયતના સરપંચો ને અન્યાય કોના ઈશારે કરવામાં આવ્યો ?  કોઈ એજન્સીને રૂ.૪૦ લાખ આસપાસ કામ સોંપી દીધું તો તેની કોઈ ટેન્ડર વ્યવસ્થા કરવામાં આવે કયો ગ્રહ નડી ગયો ? અત્યારે ઈ ટેન્ડરીંગ વ્યવસ્થા છે. છતાં આ બધા નિતી નિયમો અધિકારીઓના ગજવાં ભરવામાં ભુલાઈ ગયા કે શું ?


Download Our B K News Today App



Related News