ડીસામાં ટાંકી સાફ કરવાના બહાને લાખો લીટર પાણી વેડફી નાખ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-26 11:47:19
  • Views : 542
  • Modified Date : 2020-06-26 11:47:19

ડીસા પાલિકા દ્વારા ટાંકી સાફ કરવાના બહાના હેઠળ લાખો લીટર પાણી રોડ પર વેડફી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ પાણીનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવા સ્થાનિકોની માંગ છે. ત્યારે
પાલિકાએ આ બાબતે સ્થાનિકોની વાત ના માની
પાણી વેડફી દીધું હતું.
બનાસકાંઠામાં દર વર્ષે ઉનાળામાં પીવાના પાણીની ભારે અછત વર્તાતી હોય હોય છે. ત્યારે ડીસા પાલિકા દ્વારા તેરમીનાળા વિસ્તારમાં ૧૦ લાખ લીટરની પાણીની ટાંકી બનાવવામાં આવી છે. જે ટાંકીમાંથી પાણી હવે લોકોને પીવામાં માટે આપવામાં આવી રહ્યુ છે. ત્યારે ગુરુવારે સવારે દસ લાખ લીટર પાણી ભરેલી ટાંકીમાંથી પાણી રોડ પર વેડફાતા સ્થાનિકો દ્વારા ઓપરરેટરને જાણ કરાઈ હતી.
ત્યારે ઓપરેટર આ પાણી ટાંકી સાફ કરવા છોડ્‌યું હોવાનું બહાનું બતાવી રવાના થયો હતો. જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. વેડફાટ થતા પાણીને બંધ કરવા માંગ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે ટાંકી સાફ કરવાની હોય તો
પાણીને ટેન્કર ભરીને ઝાડને પીવડાવવા લઈ જવું જોઈએ. આમ લાખો લીટર પાણીનો આ રીતે વેડફાટ ન કરવો જોઈએ.

Download Our B K News Today App



Related News