બનાસકાંઠાના લાખણી 13 માસની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બની હોવાનું સામે આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:51:06
  • Views : 2200
  • Modified Date : 2021-03-16 11:51:06

    બનાસકાંઠાના લાખણી 13 માસની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં ખેતર માલિકે ભાગીયા તરીકે કામ કરતા ખેતમજૂર ની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે બનાવ ને પગલે આગથળા પોલીસે ૫૫ વર્ષીય હવસખોર ખેતર માલિકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    લાખણી તાલુકાના એક ગામની 13 માસની બાળકી સાથે એક નરાધમ ખેતર માલિકે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરતાં આ બાબતની જાણ બાળકીના પરિવારને થતા આગથળા પોલીસ સ્ટેશનમાં ખેતર માલિક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

    લાખણી પંથકમાં ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે તાલુકાના એક ગામમાં ભાગીયા તરીકે કામ કરતા પરિવારની 13 માસની બાળકીને  ઘોડીયામાં સુવડાવી માતા છાસ લેવા ગઇ હતી. તે સમયે ખેતર માલિક ભાગીયાના ઘરે આવ્યો હતો. અને બાળકી પર દુષ્કર્મ આચરી બાળકીને ઘોડિયામાં સુવડાવવા જતાં બાળકીની માતા આવી ગઇ હતી. બાળકીને જોતા બાળકી જોરજોરથી રડી રહી હતી. જેથી તેની માતાએ બાળકીને જોતાં બાળકીના ગુપ્ત ભાગેથી લોહી આવતું હોવાથી તેની માતાએ આ બાબતે ખેતર માલિકને પુછતાં તે કંઇ કહ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાળકીની માતાએ આ બાબતે તેના પરિવારને જાણ કરી હતી. બાળકીનો પરિવાર આગથળા પોલીસ સ્ટેશન જઇ બાળકી સાથે ખરાબ કામ થયું હોવાની ફરિયાદ નોંધાવતાં આગથળા પોલીસે ખેતર માલિક હિરા ચેલા રબારી સામે ફરિયાદ નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

    લાખણી તાલુકાના એક ગામમાં 13 માસની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો લાખણી ના એક ગામ માં રહેતા 55 વર્ષીય હીરાભાઈ દેસાઇ નામના શખ્સે તેનાથી ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતાં મજૂરની 13 માસની બાળકીને હવસનો શિકાર બનાવી છે.. આ સનસનીખેજ ઘટના બન્યા બાદ આગથળા પોલીસ મથકમાં પોક્સો એક્ટ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ આપતા પોલીસે બાળકી ને હવસનો શિકાર બનાવનાર આરોપી હીરા દેસાઈ ની અટકાયત કરવાં આવી હતી તેમજ આજે આરોપી ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

 

Download Our B K News Today App



Related News