લખતર તાલુકામાં ભારે વરસાદના પગલે સાકર ગામનું તળાવ ઓવરફ્લો થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 18:25:35
  • Views : 395
  • Modified Date : 2019-09-28 18:25:35

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જિલ્લાના લખતર ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અંદાજે ચાર ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડયો હતો જેને પગલે શહેરી વિસ્તારો સહિત તાલુકાના ગામડાઓમાં ભારે હાલાકી પડી હતી.સમગ્ર જિલ્લા સાથે લખતર શહેરી વિસ્તાર સહિત તાલુકાના ગામડાઓમાં છેલ્લા બે દિવસથી ધીમીધારેથી લઈ અતિભારે વરસાદ પડી રહ્યો છે જેમાં લખતર શહેરમાં પણ ગાજવીજ અને વિજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. જેના કારણે લાતી બજાર વિસ્તારમાં આવેલ વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું અને રસ્તા પર પડતાં વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જો કે રાત્રીના સમયે વૃક્ષ ધરાશયી થતાં મોટી જાનહાની ટળી હતી જ્યારે બીજા દિવસે સવારે અંબિકા ગરબી મિત્ર મંડળ લુહાર ચોક અને લખતર પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી હાથધરી હતી.જ્યારે લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે અનેક ગામોને હાલાકી પડી હતી જેમાં લખતર તાલુકાના સાકર ગામનું તળાવ ભારે વરસાદને પગલે ઓવરફલો થતાં તેનું પાણી સાકર અને ડેરવાળા ગામને જોડતાં કોઝવે પર ફરી વળતાં ત્રણ થી ચાર ગામોનાં વિદ્યાર્થીઓ સહિત વાહનચાલકોને હાલાકી પડી હતી. જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા નીચાણવાળા ગામો ગળથલ, નાની કઠેચી સહિતનાઓને એલર્ટ પણ કરવામાં આવ્યાં હતાં જ્યારે બે દિવસ દરમ્યાન લખતર તાલુકામાં અંદાજે ચાર ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડયો હતો.

Download Our B K News Today App



Related News