લાખણી પંથકમાં ૬ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ આરોપીની અટકાયતદિયોદર પોલીસ મથક ખાતે આરોપી સામે ગુન્હો નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:11:32
  • Views : 630
  • Modified Date : 2019-08-24 15:11:32

લાખણી પંથકમાં ૬ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ આરોપીની અટકાયતદિયોદર પોલીસ મથક ખાતે આરોપી સામે ગુન્હો નોંધાયો પંથકમાં ફિટકારની લાગણીઓલાખણી તાલુકાના એક ગામની ૬ વર્ષ બાળકીને ૧૦ રૂપિયાની લાલચ આપી દુષ્કર્મનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લામાં નરાધમ આરોપી સામે ફિટકારની લાગણી ફેલાઇ છે. જે મામલે દિયોદર પોલીસદ્વારા આરોપીની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.જાણવા મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના એક ગામની ૬ વર્ષની બાળકી એકલી હોવાથી એકલતાનો લાભ લઇ ગામના  ચેતન પડયા નામના ઈસમે બાળકીને ૧૦ રૂપિયાની લાલચ આપી દુસકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકીની માતા આવી જતા નરાધમના ચંગુલમાંથી બાળકીને છોડાવી હતી અને દિયોદર પોલીસ મથક ખાતે બાળકીના પિતાએ ફરિયાદ આપતા દિયોદર પોલીસ દ્વારા બાળકીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જેમાં દિયોદર પોલીસે આરોપી ચેતન પંડયાની ગણતરીના કલાકોમાં જેતડા ગામ પાસેથી અટકાયત કરી જેલના સળિયા પાછળ દીધો હતો.



Download Our B K News Today App



Related News