લાખણીમાં ખેડૂતે દાડમના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું..!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-13 18:01:59
  • Views : 1425
  • Modified Date : 2020-05-13 18:01:59

ગુજરાતમાં દાડમની ખેતી માટે લાખણી તાલુકો હબ ગણાય છે પરંતુ કોરોનાની મહામારીએ દાડમની ખેતી કરતા ખેડૂતોને મુઝવણમાં મૂકી દીધા છે.અત્યારના દાડમના બગીચાઓમાં રોપા કટિંગ કરવાનો સમય ચાલી રહ્યો છે પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી દાડમના રોપા કટિંગ માટે આવતા મજૂરો મળતા નથી તો બીજી બાજુ દાડમના છોડમાં નાખવામાં આવતા ખાતર અને છંટકાવ કરવામાં આવતી દવાઓ પણ સહેલાઈથી મળતી નથી અને મળે તો ઊંચા ભાવ ભરવા પડે છે. અમુક ખેડૂતોએ એવું પણ જણાવ્યું કે અમે દાડમની પેદાશ માટે મજૂરો પાછળ વધુ ખર્ચો અને ઊંચા ભાવો ભરી દવાઓનો છંટકાવ કરી દાડમનો માલ તૈયાર કરીએ પરંતુ કોરોનાના કારણે આવનાર સમયમાંમાં માર્કેટ અને વેચાણની પરિસ્થિતિમાં સુધાર ના આવે તો રાતા પાણીએ રોવાનો વારો આવે તેમ છે. આવી બધી મુશ્કેલીઓ અને મુંઝવણોના કારણે નાના ખેડૂતોએ દાડમના બગીચાઓ કાપી નાખવાનું ચાલુ કર્યું છે 

Download Our B K News Today App



Related News