લાખણી કોર્ટે અસામાજીક તત્વો સામે કરી લાલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 10:09:03
  • Views : 541
  • Modified Date : 2019-04-03 10:09:03


લાખણી કોર્ટે હાલ અસામાજીક તત્વો સામે લાલ આંખ કરી છે. લાખણી કોર્ટ ૮ વર્ષ જુના સેકરા તાલુકા લાખણી ગામનો કેસ ચાલી જતા કોર્ટે ફટકારી ૭ માસની સજા તથા ફરીયાદી બાઈને અપાવ્યુ વળતર બનાવના સેકરા ગામે આજથી આઠ વર્ષ પહેલાં આ કામના આરોપી પાંચાભાઈ જગમાલભાઈ રબારી રહેવાસી.સેકરા વાળાએ પાડોશમાં રહેતા ફરિયાદી જબીબેન વા/ઓફ ઈશ્વરભાઈ ઠાકોર સાથે ઝઘડો કરી માર મારી ઈજાઓ પહાંચાડેલ. જેમાં તેમની ઉપર ફોજદારી કેસ ચાલી જતા નામ કોર્ટ દ્વારા કેસના પુરાવા ધ્યાને લઈ તેમજ આ કામે ફરિયાદ પક્ષે એ.પી.પી. વી.એ.જાષીની ધારદાર રજૂઆત ધ્યાને લેતા લાખણીના મહે. પ્રિન્સિપાલ સિવિલ જ્જ અને જ્યુ.મેજી.ફ.ક એ.જે.વાસુએ આ કેસના આરોપીને ઈ.પી.કો. કલમ ૩ર૩ ના ગુનામાં
તકશીવરવાન ઠરાવી સાત માસની સાદી કેદની સજાનો હુકમ તેમજ રૂ.એક હજારનો દંડનો હુકમ ફરમાવેલ છે. આવી સજાથી અસામાજીક તત્વોમાં ફફડાટનો માહોલ થવા પામેલ છે.

Download Our B K News Today App



Related News