લાખણીમાં 17 મે સુધી દૂધ અને મેડિકલ સિવાય તમામ દુકાનો બંધ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-08 17:48:39
  • Views : 1955
  • Modified Date : 2020-05-08 17:48:39

બનાસકાંઠા છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો કહેર વધી રહ્યો છે જોકે બનાસકાંઠાના અમુક તાલુકા કોરોના મુક્ત છે જેમાંનો એક લાખણી તાલુકો પણ કોરોના મુક્ત છે. ત્યારે આજે ગ્રામ પંચાયત દ્વારા લાખણી કોરોના મુક્ત રહે એવા હેતુથી આજથી 17 મે સુધી લાખણી સંપૂર્ણ બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું છે.સરપંચ નાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પંચાયત કમિટી બોલાવી ચર્ચા કર્યા બાદ પોલીસ તેમજ લાખણી મામલતદાર ડી.સી. પરમારને જાણ કર્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો.લાખણી તાલુકામાં આજથી દૂધ અને મેડિકલ સેવા સિવાયની તમામ દુકાનો અને ધંધા બંદ રહેશે.

Download Our B K News Today App



Related News