કાશ્મીરમાં તળાવો-ઝરણાં થીજવા લાગ્યા, માઉન્ટ આબુમાં સતત 11માં દિવસે પણ બરફ જામ્યો, મેદાન વિસ્તારમાં તાપમાન ઘટ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 12:38:41
  • Views : 258
  • Modified Date : 2020-12-25 12:38:41

    પહાડી વિસ્તારોમાં સ્નો ફોલના કારણે ઠંડી વધી ગઈ છે. કાશ્મીરમાં નદી-ઝરણાં જામવા લાગ્યા છે. બીજી બાજુ રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત 11 દિવસથી બરફ જામ્યો છે. આજે તાપમાન 1 ડિગ્રીની આસપાસ છે. આગામી દિવસોમાં મેદાન વિસ્તારમાં ઠંડા પવનના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે ઉત્તરાખંડમાં 27 ડિસેમ્બરે વરસાદ થઈ શકે છે.હિમાચલના દરેક જિલ્લામાં ખૂબ ઠંડી પડી રહી છે. પહાડો પર હિમવર્ષાના કારણે ઠંડી પણ વધી ગઈ છે. લાહોલ સ્પીતિના કાજામાં 3720 મીટર ઉંચાઈ પર તાપમાન માઈનસ 20 ડિગ્રી હોવા છતાં અહીં આઈસ હોકી કેમ્પ ચાલી રહ્યો છે. અહીં દેશની સૌથી ઉંચી આઈલ હોકી રિંગ છે.

    બે- ત્રણ દિવસની સામાન્ય રાહત બાદ પરદેશમાં ઠંડીમાં ડરી વધારો થયો છે. હવામાન શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતમાં હિમ વર્ષની હવે અસર વર્તાશે. ભોપાલમાં રાત્રે તાપમાન 1થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકેછે. બીજી તરફ શહડોલ વિભાગના છતરપુર, રીવા અને પન્ના જિલ્લામાં શીતલહેરની સંભાવના છે. સીધી અને નરસિંહપુર જિલ્લામાં કોલ્ડવેવ જોવા મળી શકે છે.આ સ્થાનો માટે ઠંડીને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 11 દિવસથી ખૂબ ઠંડી પડી રહી છે. અહીં 11 દિવસથી ઝાકળના બિંદુ પણ બરફ બની જાય છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી અને મહત્તમ 21.4 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આ પહેલાં બુધવારે લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી અને મંગળવારે 0 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના બાકી શહેરોમાં ઠંડા પવનથી રાહત મળી છે.

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સાથે સાથે તાપમાન આજે 3 ડિગ્રી રહેવાનો અંદાજ છે. આગામી દિવસોમાં તાપમાન 3-4 ડિગ્રી વચ્ચે રહેશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે લુધિયાણામાં આજે અને આવતીકાલે 2 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ગાઢ ધુમ્મસ પણ છવાયેલું છે. અમૃતસરમાં ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી વિઝિબિલીટી ઝીરો રહેશે. ત્યારપછી સામાન્ય તડકો રહેશે અને સાંજ પડતાં પાછું ધુમ્મસ છવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પણ આ જ સ્થિતિ રહેશે. 27 ડિસેમ્બરે સામાન્ય વરસાદ રહી શકે છે.

    રાયપુર સહિત રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. રાત્રે તાપમાન 1થી 3 ડિગ્રી સુધી વધ્યું. છત્તીસગઢમાં સૌથી ઠંડી જગ્યા જગદલપુર રહી. અહીં મિનિમમ ટેમ્પરેચર 8.1 ડિગ્રી નોંધાયું છે. શુક્રવારે ઉત્તર છત્તીસગઢ સહિત અમુક વિસ્તારોમાં ભારે ઠંડી જોવા મળી હતી. ઠંડો પવન ફુંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રામણે રાયપુરનું તાપમાન 3 ડિગ્રી ઓછું થવાની શક્યતા છે.





Download Our B K News Today App



Related News