ધાનેરા સર્કલ ઓફિસરે લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-28 12:14:56
  • Views : 418
  • Modified Date : 2020-02-28 12:14:56

ધાનેરા તાલુકામાં ખેતરોમાં મોટા પ્રમાણમાં વૃક્ષો ઉભેલા હતા પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં આ વૃક્ષો કાપવાની મોટા પ્રમાણમાં શરૂઆત થવા પામી છે અને તેના પાછળ જો જવાબદાર હોય તો તે વન વિભાગ છે તેની રહેમનજર હેઠળ આ ઝાડ કપાઇ રહ્યા છે. ત્યારે ગુરૂવારે રેવન્યુ વિભાગે વૃક્ષોનું નિકંદન કરતા એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું.
સરકાર દ્વારા વૃક્ષો વાવવા માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે અને
પર્યાવરણ દિવસે માત્ર બે ચાર વૃક્ષો લગાવીને ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જે વૃક્ષો ઉભા છે તે સાચવવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ધાનેરા તાલુકામાં રોજના ૧૦૦ થી વધારે ટ્રેકટરોમાં આ લીલા ઝાડ કાપીને સોમીલોમાં ઠલવવામાં આવે છે.  છેલ્લાં ચાર વર્ષમાં આ લીલોછમ તાલુકો પણ હવે ભેકાર ભાસી રહ્યો છે. ત્યારે આ વૃક્ષ કપાતા બંધ કરાવવા માટે કેટલાંય લોકો દ્વારા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ વન વિભાગને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ક્યારેક રેવન્યુ વિભાગ દ્વારા સમયાંતરે એકાદ ટ્રેકટર પકડીને કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વનવિભાગે તો જાણે ટ્રેકટરો ન પકડવાના સોગંદ લીધા હોય તેમ ક્યારેક આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે સોમીલ વાળાઓ બેફામ બનીને વૃક્ષાનું નિકંદન કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News