અંબાજીમાં નવરાત્રિના નવ દિવસ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા લાઈવ ટેલીકાસ્ટ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:30:35
  • Views : 344
  • Modified Date : 2020-10-18 11:30:35

ભાદરવી પુનમનો મહામેળો આ વર્ષે કોરોના મહામારીને લઈને મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ દેશ-વિદેશના લાખો માઇભક્તો મા અંબાના ઘેરબેઠા દર્શન કરી શકે તે માટે વહીવટી તંત્રના સહયોગથી જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે લાઈવ ટેલીકાસ્ટ સેવા આપવામાં આવી હતી. ત્યારે હવે અંબાજી મંદિર દ્વારા નવરાત્રિના નવ દિવસ માટે લાઈવ ટેલીકાસ્ટ માટેની પણ જવાબદારી આ સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરને પુનઃ આપવામાં આવી છે. જેમાં ૧૭ ઓક્ટો.થી ૨૫ ઓક્ટો. સુધી આસો નવરાત્રિ હોવાથી અંબાજી મંદિરની સવાર-સાંજની આરતીના દર્શન, યજ્ઞશાળામાં થનાર યજ્ઞના દર્શન, ગબ્બર દર્શનની તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. જેનું જીવંત પ્રસારણ શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ તેમજ ઓફિસિયલ સોશિયલ મીડિયા યૂટ્યૂબ પર જિવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા હાલમાં જીવંત પ્રસારણ થઈ રહ્યું છે.
જેને દેશ-વિદેશના લાખો માઇભક્તો ઘેરબેઠા માતાજીના દર્શનનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. આ લીંક ઉપર ઓનલાઇન દર્શન થઇ શકશે.

Download Our B K News Today App



Related News