પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવિંગ લાયસન્સ કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 12:04:26
  • Views : 537
  • Modified Date : 2019-09-21 12:04:26

સરકાર દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે થઇને ટ્રાફિકના નિયમોનું  કડક પણે અમલીકરણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે, દેશની યુવા પેઢી અને ખાસ કરીને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કાયદાના પાલન સાથે વાહન ચલાવે એ હેતુથી સમાજ સેવા સંસ્થા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આર.ટી.ઓ વિભાગ અને જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી ખાસ વિદ્યાર્થી ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પ આર.ટી.ઓ. કચેરીએ તા ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવ્યા.
આ કેમ્પ સવારે ૮ઃ૦૦ થી ૧૦ઃ૦૦ ના સમયે વિદ્યાર્થીનો અભ્યાસનો સમય ના બગડે અને કોઈ અન્ય ખોટા ખર્ચના ભોગના બનવું પડે એ રીતે આર.ટી.ઓ. કચેરીએ યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત પાલપુરની જુદી જુદી શાળા કોલેજના અંદાજે ૬૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ટેસ્ટ
આપી પોતાના લાયસન્સની
પરીક્ષા પાસ કરી હતી. કાયદાના પૂર્ણ પાલન સાથે હેલ્મેટ અને લાયસન્સ સાથે વાહન ચલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સમગ્ર કેમ્પનું આયોજન સદ્‌ભાવના ગ્રુપના હરેશભાઇ ચૌધરી, આરટીઓ અધિકારી  ગામીત તથા  ધનરાજભાઈ, જીગરભાઈ
પટેલ, હાર્દિક પટેલ તથા કૌશિક ગોસ્વામીએ કરેલ.

Download Our B K News Today App



Related News