ઉત્તર ભારતમાં બરફ વર્ષાની અસર ઃ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 11:32:19
  • Views : 355
  • Modified Date : 2020-12-18 11:32:19

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો જાેરદાર પ્રકોપ જાેવા મળી રહ્યો છે. પારામાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. ગત રાત્રિનું લઘુત્તમ તાપમાન -૧ ડિગ્રી નોંધાયું હતું. તેમજ મહત્તમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. ઠંડી વધતાં ઘણી જગ્યાએ બરફ જાેવા મળ્યો હતો.
સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની અસર માઉન્ટ આબુમાં જાેવા મળી રહી છે. જમ્મુ, હિમાચલ, મનાલી સહિત દેશના ઘણા હિલ સ્ટેશનોને માઉન્ટ આબુમાં સૌથી નીચો માનવામાં આવે છે. ગત રાત્રે લઘુત્તમ તાપમાન-૧ નોંધાયું હતું. જ્યારે તાપમાનનો પારો ઠંડકથી નીચે સ્થિર થયો ત્યારે મેદાનોમાં બરફ જાેવા મળ્યો હતો. જેમાં હોટલ અને મકાનોની બહાર પાર્ક કરેલી કારની છત પણ હતી.

Download Our B K News Today App



Related News