ગાંધીનગર કોર્પોરેશનમાં સીમાકંનની ખેંચતાણમાં લાફાવાળી થઈ હોવાની ચર્ચા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:25:12
  • Views : 315
  • Modified Date : 2020-08-29 11:25:12

ગાંધીનગર  કોર્પોરેશનની સ્થાપના થઈ ત્યારથી આજસુધી અનેક રીતે ગાંધીનગર મનપા કોઈને કોઈ વિવાદમાં રહ્યુ જ છે એ પછી સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ આ તમામ બાબતોમાં ખાસ કરીને સત્તાપક્ષ હમેશાં ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી ગાંધીનગર મનપા અને ભાજપમાં આંતરીક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. સીતલ યુધ્ધ હવે જગજાહેર થવા લાગ્યુ છે ત્યારે બે દિવસ અગાઉ સત્તાપક્ષમાં અંદરોદર લાફાવાળી થઈ હોવાની પણ ચર્ચા કોર્પોરેશનમાં થઈ રહી છે.
ગાંધીનગર કોર્પોરેશનના વોર્ડ સીમાંકનને લઈ સત્તાપક્ષના બે જુથ સામ સામે આવી ગયા છે. આ બન્ને જુથો પોતાની રીતે સીમાંકન કરવા મથી રહ્યા છે. હવે
મનપા વિસ્તાર વધ્યો છે કોર્પોરેટરની સંખ્યામાં પણ વધારો થશે ત્યારે મનપામાં ટકી રહેવા અને પોતાની સત્તા યથાવત રાખવા પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે બાજી બાજુ જુના જોગીઓ પોતપોતાની સત્તા અને સીટ જાળવી રાખવા અને પોતાના માણસોને મોટા કરવા માટે અને વિરોધીઓને પાડી દેવા માટે ખેંચતાણ કરી રહ્યા છે. ત્યારે
કોર્પોરેશનમાં આંતરીક ખેંચતાણને કારણે પક્ષને નુકસાન થશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર મનપામાં હાલમાં જે ગ્રુપનું જ ચાલે છે તે ગ્રુપ દ્વારા સિમાંકન તૈયાર કરી દેવામાં આવ્યુ જેને કારણે કારોબારી સભ્યોએ આ મુદે વિરોધ કર્યો હતો અને વાત છેક ફોન પર ગાળાગાળી થઈ હોવની વાત બહાર ચર્ચાનો વિષય બની છે. આ મુદ્દે મુખ્યમંત્રી, જિલ્લા પ્રભારી મંત્રી તથા પ્રદેશ પ્રમુખ સુધી પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News