17 અને 21 વર્ષના બે પુત્રની માતા લેડી ડોનના પ્રેમમાં પડી પતિએ કાઢી મૂકતાં મહિલા હેલ્પલાઇનની મદદ માગી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 10:45:08
  • Views : 310
  • Modified Date : 2021-03-13 10:45:08

    ધોળકામાં રહેતી બે દીકરાની માતા લેડી ડોનના સંપર્કમાં આવીને તેને દિલ દઇ બેઠી હોવાનો કિસ્સો અભયમ મહિલા હેલ્પલાઇનમાં નોંધાયો છે. 17 અને 21 વર્ષના બે દીકરાની માતા પાડોશમાં રહેતી લેડી ડોનના સંપર્કમાં આવતાં તેના પ્રેમમાં પડી ગઈ હતી. લેડી ડોન અને સ્વાતિબેન (નામ બદલ્યું છે) એક જ ઘરમાં 8 મહિનાથી સાથે રહેતાં હતાં અને બાઇક પર પતિ-પત્નીની જેમ ફરતાં હતાં. પતિ અને દીકરાઓએ બોલાવવા છતાં ઘરે જવા ઇનકાર કર્યો હતો. છેવટે ગામના લોકોનાં મહેણાં-ટોણાંથી કંટાળીને દીકરાઓ માતાને પોતાના ઘરે લઇ આવ્યાં હતાં, પરતું પતિએ કાઢી મૂકતા તે માતા-પિતાને ઘરે ગયાં હતાં. માતા-પિતાએ પણ તેમને કૂવો- હવાડો કરવા કહેતાં છેવટે તેમણે અભયમ હેલ્પલાઇન પાસે મદદ માગી હતી.

    ધોળકામાં રહેતી લેડી ડોન સાથે જે યુવતીઓ સંપર્કમાં આવતી હતી તે બીજા લગ્ન કરવાની ના પાડતી હતી. આવી યુવતીઓનાં માતા-પિતાને જાણ થાય કે લેડી ડોન સાથે સંપર્કમાં છે કે તરત જ ઝડપથી દીકરીઓને બીજે પરણાવી દે છે. પુરુષની જેમ જ રહેતી લેડી ડોન ગામની છોકરીઓને છોકરાની જેમ જ પટાવીને બાઇક પર બેસાડીને ફરવા લઇ જાય છે. લેડી ડોન અન્ય છોકરીઓને પણ પ્રેમિકાની જેમ ફેરવતી હતી.

    સ્વાતિબેનના પતિ સરકારી નોકરી કરે છે, તેમના દીકરાના મિત્રવર્તુળમાંથી કોઈએ કહ્યું હતું કે તમારી માતા ફેસબુક પર ફોટા અપલોડ કરે છે તે કોણ છે? હાંસીપાત્ર બનેલા સ્વાતિબેનના દીકરાઓએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. સ્વાતિબેને તેમના દીકરાઓના ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું હતું. માતાના વર્તનથી પુત્રોએ સમાજમાં માથું ઝુકાવીને રહેવું પડતું હતું.

    સ્વાતિબેન દીકરાઓને કારણે ઘરે પાછાં આવ્યાં હતાં. શરૂઆતમાં તો બધું સરખું ચાલ્યું પણ થોડા દિવસમાં લેડી ડોન સાથે સંબંધો ફરીથી ચાલુ રહેતાં તેમના પતિએ ઘર બહાર કાઢી મૂક્યા હતા. આખરે કંટાળીને તેમનાં માતા-પિતાના ઘરે રહેવા ગયાં હતાં, પણ તેમણે તેમને કૂવો-હવાડો કરજે પણ અહીં ના આવતી તેવું કહેતાં હેલ્પલાઇનને ફોન કર્યો હતો અને પોતાની આપવીતી વર્ણવી હતી.


Download Our B K News Today App



Related News