લાડુલા પ્રાથમિક શાળાની છાત્રાને સાપ કરડતા આચાર્યે રૂ. 12,200 ફાળો એકત્ર કરી આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 12:45:46
  • Views : 323
  • Modified Date : 2019-10-21 14:25:26

ભાભર તાલુકાના લાડુલા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીને બે દિવસ અગાઉ ઘરે ફળિયામાં રમતાં સાપ કરડતાં તેની તબિયત લથડતાં રાધનપુરની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પ્રાથમિક શાળાના આચાર્યાએ રૂ. 12,200નો ફાળો એકત્ર કરી વિદ્યાર્થીનીનો જીવ બચાવ્યો હતો.ભાભર તાલુકાના લાડુલા પ્રાથમિક શાળામાં ધોરણ-3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરતીબેન ભરતભાઇ વાલ્મિકીને 2 દિવસ અગાઉ તેના ઘરે ફળિયામાં રમતાં સાપ કરડ્યો હતો. જેથી બેભાન થઇ જતાં બેભાન અવસ્થામાં ભાભરમાં ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરાઇ હતી. સાંપનું ઝેર શરીરમાં પ્રસરી જતા નાની બાળકીની હાલત ખરાબ થઇ ગઇ હતી. જેથી વધુ સારવારઅર્થે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.બાળકીના પિતાની આર્થિક સ્થિતી સામાન્ય હોવાથી સારવાર અર્થે વધુ પૈસાની જરૂર પડતા શાળાના આચાર્ય રમીલાબેનને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. રમીલાબેન દ્વારા જીવદયા પ્રેમી-વેપારી વર્ગ દ્વારા રૂ. 12,200નો ફાળો એક કલાકમાં એકઠો કરી આ દીકરીને મદદ કરી હોવાથી તેનો જીવ બચી ગયો હતો. હોસ્પિટલના ડૉક્ટરએ પણ માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News